Not Set/ માસુમોની માસુમિયત મુરઝાઇ,રાજ્યમાં ટીનએજર્સ દ્રારા 48 કલાકમાં થયા આ 7 મોટા અપરાધો,વાંચીને ચોંકી ઉઠશો

અમદાવાદ, ગાંધીના ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઈમ રેટમાં વધારો થઇ રહ્યો છે. જોવાની વાત એ છે કે રાજ્યમાં ટીન એઇજ એટલે કે સગીરો જેમાં સંડોવાયેલાં છે એવા ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર જ ગુજરાતની ચાર સૌથી મોટી ઘટના બની છે જેમાં નાની ઉંમરના સગીરોની સંડોવણી બહાર  આવી હોય. આ ગુનાઓમાં  ક્યાંક […]

Top Stories Gujarat Trending
rain 11 માસુમોની માસુમિયત મુરઝાઇ,રાજ્યમાં ટીનએજર્સ દ્રારા 48 કલાકમાં થયા આ 7 મોટા અપરાધો,વાંચીને ચોંકી ઉઠશો

અમદાવાદ,

ગાંધીના ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઈમ રેટમાં વધારો થઇ રહ્યો છે. જોવાની વાત એ છે કે રાજ્યમાં ટીન એઇજ એટલે કે સગીરો જેમાં સંડોવાયેલાં છે એવા ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર જ ગુજરાતની ચાર સૌથી મોટી ઘટના બની છે જેમાં નાની ઉંમરના સગીરોની સંડોવણી બહાર  આવી હોય. આ ગુનાઓમાં  ક્યાંક માસૂમ બાળકીઓ સાથે રેપ થયો છે તો ક્યાંક નિર્દોષ વિધાર્થીને મોતને ઘાટ ઉતારી દીધો.

કમનસીબી એ છે કે સગીરો સંકળાયેલા હોય તેવા ગુનાઓની આટલી મોટી ઘટનાઓ સામે આવ્યા છતાં પણ સરકાર ભરઉંઘમાં હોય તેમ લાગી રહ્યું છે. સરકારે હજુ સુધી એવા કોઈ તપાસના આદેશ નથી આપ્યા કે કેમ ગાંધીના ગુજરાતમાં ટીનેજ ક્રાઈમરેટમાં વધારો થઇ છે.? લોકોના મનમાં અનેક સવાલો પેદા થઇ રહ્યાં છે કે, કેમ માસૂમ બાળકીઓ પર રેપ પહેલા કરતા આરોપીઓ કાયદા કાનૂનથી ડરતા નથી.? શાળોઓમાં ગાંધીજીના અહિંસાના પાઠ ભણતાં વિધાર્થીઓ કેવી રીતે આટલા ક્રૂર બની ગયા છે.? હાથમાં નોટબુક પકડવાની જગ્યાઓએ બાળકો હથિયાર લઈને ખુલ્લેઆમ ફાયરિંગ કેમ કરી રહ્યા છે..? આ અનેક સવાલો છે જેના જવાબ સરકાર પાસે નથી. ઘટના પર નજર કરીએ તો…

1.વડોદરામાં વિદ્યાર્થી પર ચાકુનાં ઘા મારી કરાઇ કરપીણ હત્યા

ગત શુક્રવારના દિવસે વડોદરાની બરાનપુરમાં આવેલી ભારતી વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સ્કૂલમાં જ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક વિદ્યાર્થીનું નામ દેવ ભગવાનદાસ તડવી છે. વિદ્યાર્થીની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હતી. વિધાર્થીના શરીર પર 31 ચાકુના ઘા મારીને લાશને બાથરૂમમાં નાખી દેવામાં આવી હતી.દેવની હત્યા તેની
સ્કુલમાં 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ જ કરી છે.પોલિસે હત્યારા વિદ્યાર્થીની વલસાડથી ધરપકડ કરી છે.

2.સુરતમાં 5 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ

સુરતમાં 50 વર્ષના આધેડે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.સુરતની ખટોદરા પોલિસે ત્રણ સંતાનાનો પિતા એવા આ આરોપીને રેપના ગુના હેઠળ ધરપકડ કરી છે.સુરતના ખડોદરા વિસ્તારમાં ભટાર રોડ પર રહેતી આ બાળકી રમતી હતી ત્યારે અશોક બહેરા નામની વ્યક્તિએ તેને ચોકલેટ  આપવાની લાલચ આપીને હિતકારૂ કૃત્ય આચર્યું હતું. જોવાની વાત તો એ હતી કે અશોકે બાળકી સાથે દુષ્કર્મ આચર્યા પછી ધમકીઓ પણ આપી હતી. આરોપીએ બાળકીને આ વાત કોઈને કહેશે તો માર મારવાની પણ ધમકી આપી હતી.

3.સુરત શોપર્સ મોલમાં ફાયરિંગ કરનાર 5 પૈકી બે આરોપી સગીર.

હાથમાં નોટબૂક પકડવાની હોય તેવા સમયમાં બાળકો હાથમાં બંધુકો લઈને ફાયરિંગ કરે છે. સુરતમાં સિલિકોન શોપર્સ મોલમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. સુરતના ઉધનામાં વેપારી પર ફાયરીંગ કેસમાં પાંચ જણાને પોલીસે ઝડપ્યા છે. આરોપીઓમાં બે સગીર વયના છે. ઉધનામાં બાઇક પર આવેલા બે શખસોએ વેપારી પર ફાયરિંગ કર્યુ હતુ. ઉધનામાં તેલના વેપારી પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી અને તેના અર્ધ કલાક બાદ વેપારીના દુકાન પાસે બે અજણાયા લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતુ જો કે, આ ફાયરિંગની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસના હાથે ઝડપાયેલા 5આરોપીઓમાં 2 આરોપીઓ સગીર વયના હોવાથી તેમની પ્રાથમિક તપાસ હાથ ધરીને તેમને બાળ અદાલતને સોંપવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી.

4.ચોરીમાં સંડોવાયેલા સગીર સહિતના ત્રણ ઈસમોની ધરપકડ.

અબડાસા તાલુકાના આ મુખ્ય મથક ખાતે ચોરીમાં સંડોવાયેલા સગીર સહિતના ત્રણ ઈસમોની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રૂા. 10,494નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અકબર ભચુ નોતિયાર અને  ચોરીનો માલ લેનારા રજાક જાફર ભજીર (રહે. બન્ને નલિયા)ની ધરપકડ કરાઈ હતી. જ્યારે ચોરીમાં સામેલ સગીરને રાજકોટ રિમાન્ડ હોમ મોકલાયો હતો.

5. પાંચ વર્ષની બાળકી પર પાડોશી દ્વારા દુષ્કર્મ.

અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં માનવતાને ઝકઝોરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં માધુપુરા વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી પર પાડોશી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા આરોપીને ઝડપી પાડી મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પોલીસને હવાલે કરી દીધો.

6.અંજારમાં 13 વર્ષની છોકરીને એનેસ્થેસીયાનું ઇંજેક્શન આપી રેપ કરનાર સગીર પકડાયો.

કચ્છના અંજાર શહેરમાં એક 13 વર્ષીય છોકરીને એનેસ્થેશિયાનું ઈન્જેક્શન આપી તેના પર બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. અને આ જઘન્ય કૃત્ય કરનાર તેના 16 વર્ષીય મિત્રની પોલીસે ધરપકડ કરી છે પીડિતા એ પોતાના માતા પિતાને આપવિતી જણાવતા. આ વાત ભાંડો ફુટતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

7.ડાંગથી આવેલી સગીરા પર બે કિશોરોએ રેપ કર્યો

રાજ્યમાં સગીરા પર દુષ્કર્મના કેસો બંધ થવાનું નામ લેતા નથી.સુરતમાં ફરી એકવાર બનેલી આ શરમસાર ઘટનામાં ડાંગથી સુરત આવેલી એક સગીરા પર ગેંપ રેપ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.આ સગીરા પર બે કિશોર અને એક પુખ્ત વયની વ્યક્તિએ સામુહિક બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. ડાંગથી સગીરા ત્રણેક દિવસ અગાઉ સુરત રેલવે સ્ટેશન પર આવી હતી. આ દરમિયાન રેલવે સ્ટેશન નજીક રિક્ષા સ્ટેન્ડ પર વસીમ નામના ઈસમના પરિચયમાં આવી હતી. જેથી તે સગીરાને પોતાના ઘરે ખાતે લઈ ગયો હતો. જ્યાં વસીમ સહિત તેના અન્ય બે પરિચિતોએ પરિચિતોએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ ગુજારનારા ત્રણેય ઈસમોમાં બે કિશોર અને એક પુખ્ત વયના આરોપી છે.