Rajkot/ રાજકોટ શહેરના સીમાડે પહોંચ્યા સાવજો,ડણક સાંભળી સ્થાનિકો ભયભીત

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ત્રણ જેટલા સાવજોએ ડેરો જમાવ્યો છે. ત્યારે છેલ્લા એક મહિનામાં 36થી વધુ પશુઓના મારણ સાવજો દ્વારા કરવામાં આવ્યા છે.સાવજો અત્યાર સુધીમાં લોથડા,

Top Stories Gujarat
1

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ત્રણ જેટલા સાવજોએ ડેરો જમાવ્યો છે. ત્યારે છેલ્લા એક મહિનામાં 36થી વધુ પશુઓના મારણ સાવજો દ્વારા કરવામાં આવ્યા છે.સાવજો અત્યાર સુધીમાં લોથડા, હલેન્ડા, પાડાસણ, કથરોટા, પડવાલ, રાજપરા, આરબ ટીંબડી, સુખપુર, ભાયાસર, અરડોઇ, લોધીકા, કોટડાસાંગાણી, રીબડા સહિતના ગામોમાં જોવા મળ્યા છે,ગત રાત્રીના સાવજો રાજકોટના સીમાડા સુધી પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. સાવજોની ડણક સાંભળી સ્થાનિક લોકોમાં ભય પ્રવર્તી રહ્યો છે.

Two lions captured by cameras near Chotila | Rajkot News - Times of India

Vaccine / કોરોના વેક્સિનેશનને લઇને CM રૂપાણીએ જાણો શું કર્યુ ટ્વીટ?…

ગત રાત્રીના સાવજો રાજકોટ શહેરની હદ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. સાવજો દ્વારા કાળુભાઈ બીજલભાઇ મુંધવાની ગાયનું મારણ કરીને મિજબાની માણી હતી. ત્યાર બાદ સાવજો વીડી વિસ્તાર તરફ પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ તેમના કેમેરામાં કેદ કરી લીધો હતો.

Chotila lions here to stay for good' | Rajkot News - Times of India

Vaccine / કોરોનાકાળમાં રાહતનાં સમાચાર, 16 જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિન…

સાવજો તેમજ દીપડા છેલ્લા ઘણા સમયથી અભયારણ્ય વિસ્તાર છોડીને માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક મહિનાથી રાજકોટ તાલુકો, ગોંડલ તાલુકો, જેતપુર તાલુકા સહિતના વિસ્તારોમાં ત્રણ સાવજો ફરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. થોડા દિવસો પૂર્વે રીબડા ગામ સુધી સાવજો પહોંચ્યા હોય રાજકોટના સ્થાનિક લોકોમાં ભય પ્રવર્તી રહ્યો છે.

Gujarat: Three lions prey on donkey in village bus stop near Dhari | Rajkot  News - Times of India

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…