Covid-19/ તહેવારોની સીઝનમાં કોરોનાનાં કેસમાં ઘટાડો, આજે નોંધાયા આટલા કેસ

સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનાં કારણે 251 લોકોનાં મોત સાથે કોરોના વાયરસનાં 12,514 નવા કેસ નોંધાયા છે.

Top Stories India
Coronavirus

દેશમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનાં કારણે 251 લોકોનાં મોત સાથે કોરોના વાયરસનાં 12,514 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો – Political / દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કરશે ઉચ્ચ સ્તરીય બેઠક

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 12,718 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે, કુલ રિકવરી રેટ લગભગ 98.19 ટકા જેટલો છે જે માર્ચ 2020 પછીનો સૌથી વધુ છે અને કુલ રિકવરી ડેટા 3,36,68,560 પર પહોંચી ગયો છે. મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19નાં કુલ સક્રિય કેસ ઘટીને 1,58,817 થઈ ગયા છે, જે 248 દિવસમાં સૌથી ઓછો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 31 ઓક્ટોબર સુધીમાં કોવિડ-19 માટે 8,81,379 સેમ્પોલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં કુલ મૃત્યુઆંક હવે 4,58,437 છે. ભારતમાં, કોવિડ મહામારીનાં કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “રવિવારે સાંજે 7 વાગ્યા સુધી 12,77,542 રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે.” મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, મોડી રાત સુધીમાં અંતિમ અહેવાલોનાં સંકલન સાથે દૈનિક રસીકરણની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. આ સાથે દેશમાં કોરોનાની કુલ રસી 1,06,31,24,205 થઈ ગઈ છે.

આ પણ વાંચો – અહેવાલ / NCRBના રિપોર્ટમાં ખુલાસો દેશમાં પ્રતિદિન 31 બાળકોએ કરી રહ્યા છે આત્મહત્યા,કોરોનાના લીધે માનસિક તણાવ

ઉલ્લેખનીય છે કે, 16 જાન્યુઆરીનાં રોજ દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કામદારોનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.