Not Set/ ગોવાના કૃષિ મંત્રી વિજય સરદેસાઈએ ખેડૂતોને મંત્રોચ્ચાર કરવાની સલાહ આપી જાણો

ગોવાના કૃષિ મંત્રી વિજય સરદેસાઈ એ કહ્યું ખેડૂતોને રોજ ૨૦ મિનીટ સારી ઉપજ મેળવવા માટે મંત્રોચ્ચાર કરવાનું કહ્યું.રોજ ધ્યાન લગાવીને બેસી ‘ ઓમ રોમ જમ સાહ’ નો જપ કરો. ગોવાના મંત્રી એ મંગળવારે ફર્તોડામાં પોતાના ઘરની નજીક એક ખેતરમાં પાયલોટ પરિયોજનાનું ઉદઘાટન કર્યું. આ યોજનાનું નામ ‘ શિવ યોગ કોસ્મિક ફાર્મિંગ ‘ રાખવામાં આવ્યું છે. […]

India Trending
1530688020 rains in farms farmers bccl ગોવાના કૃષિ મંત્રી વિજય સરદેસાઈએ ખેડૂતોને મંત્રોચ્ચાર કરવાની સલાહ આપી જાણો

ગોવાના કૃષિ મંત્રી વિજય સરદેસાઈ એ કહ્યું ખેડૂતોને રોજ ૨૦ મિનીટ સારી ઉપજ મેળવવા માટે મંત્રોચ્ચાર કરવાનું કહ્યું.રોજ
ધ્યાન લગાવીને બેસી ‘ ઓમ રોમ જમ સાહ’ નો જપ કરો. ગોવાના મંત્રી એ મંગળવારે ફર્તોડામાં પોતાના ઘરની નજીક એક ખેતરમાં પાયલોટ પરિયોજનાનું ઉદઘાટન કર્યું. આ યોજનાનું નામ ‘ શિવ યોગ કોસ્મિક ફાર્મિંગ ‘ રાખવામાં આવ્યું છે.

આ યોજના ડો. અવધૂત શિવાનંદ દ્વારા ડીઝાઇન કરવામાં આવી છે. એ પહેલા કેમિકલ એન્જિનિઈર હતા, જે પછી બાબા બની
ગયા. ગુડગાવમાં તે શિવ યોગ ફોઉંન્ડેશન ચલાવે છે. કૃષિ મંત્રી વિજય સરદેસાઈ ની પત્ની ઉષા આ ફોઉંન્ડેશન ની અનુયાયી છે અને રાજ્યભરના ખેડૂતોમાં ‘શક્તિ’ વિડીયો વાયરલ થઈ ગયો છે.

યોજના ને લોન્ચ કરતા સરદેસાઈ મંત્રીએ કહ્યું ,” આમાં ક્યાય પૈસા નથી અને કૃષિ મંત્રી હોવાના કારણે ખેતીમાં રસ વધારવા માટે હું દરેક વિધિની જાણકારી લઈશ. જો કાદાચ એક રોક શો કે સૌન્દર્ય સ્પર્ધા થી ખેતી માટે લોકો ઉત્સાહિત થશે , તો એને પણ હું ખેતરની વચ્ચે આયોજન ક્રરાવડાવીશ. હવે આપણે ખેતીમાં રૂચી રાખવા માટેના ઉપાયોની શોધ કરવી પડશે.”

એમણે કહ્યું કે,“મારી પત્ની ઉષા એક શિવ યોગી છે અને એ આ દર્શનને વધારો આપી રહી છે. પહેલા હું પણ શંકામાં હતો, પણ આ જાદુ નથી. આ વિધિની પાછળ અધ્યયન છે.” આ વર્ષે જાન્યુઆરીમાં ઉષા એ કૃષિ નિર્દેશક નેલ્સન ફીગેરીએડો ની સાથે, ડો શિવાનંદની કાર્યશાળામાં ભાગ લીધો હતો જેમાં એમને ‘માટીમાં શક્તિનું સંચાલન’ ના લાભો વિષે કહેવામાં આવ્યું.

ગયા અઠવાડિયાથી ગોવાના ખેડૂતોનો વોટ્સેપ વિડીયો મળી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવે છે કે મધ્ય પ્રદેશના ખેતરોમાં શૂટ કરવામાં આવ્યો છે. વિડીયોમાં બતાવ્યું છે કે શિવાનંદ સાથે ખેડૂતો પગ વાળીને ધ્યાન કર્યું હતું જેને ‘બાબાજી’ કહેવામાં આવે છે.