Not Set/ અમદાવાદ : મોટેરાના અચેર ચાર રસ્તા પાસે મેટ્રો ટ્રેનનો સ્લેબ થયો ધરાશાયી

અમદાવાદ, શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે બુધવારે આ ટ્રેનના નિર્માણધીન મેટ્રો બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રિજનો સ્લેબ ઉચકતી વખતે ક્રેન સ્લીપ ખાઈ ગઈ હતી અને આ કારણે આ સ્લેબ ધરાશાયી થયો છે. મેટ્રો ટ્રેનનો આ સ્લેબ શહેરના મોટેરા વિસ્તાર […]

Ahmedabad Top Stories Gujarat Trending
DhQqo0cUwAAqLC6 અમદાવાદ : મોટેરાના અચેર ચાર રસ્તા પાસે મેટ્રો ટ્રેનનો સ્લેબ થયો ધરાશાયી

અમદાવાદ,

શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે બુધવારે આ ટ્રેનના નિર્માણધીન મેટ્રો બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રિજનો સ્લેબ ઉચકતી વખતે ક્રેન સ્લીપ ખાઈ ગઈ હતી અને આ કારણે આ સ્લેબ ધરાશાયી થયો છે.

મેટ્રો ટ્રેનનો આ સ્લેબ શહેરના મોટેરા વિસ્તાર સ્થિત અચેર ચાર રસ્તા પાસે ધરાશયી થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નિર્માણધીન બ્રિજનો સ્લેબ JCB પર પડ્યો છે , હાલ કોઈ મોટી જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી.