Twitter/ એલોન મસ્ક ટ્વિટરને ખરીદવા માંગે છે,કંપનીને આપી આટલા અબજ રૂપિયાની ઓફર

ટેસ્લાના સ્થાપક અને જેક ડોર્સીના મિત્ર એલોન મસ્કે ટ્વિટરની પારદર્શિતા વિશે ઘણી ટ્વિટ્સ કરી છે.

Top Stories World
17 6 એલોન મસ્ક ટ્વિટરને ખરીદવા માંગે છે,કંપનીને આપી આટલા અબજ રૂપિયાની ઓફર

અરબપતિ એલોન મસ્ક ટ્વિટરના માલિક બનવા જઇ રહ્યા છે, આવતીકાલે આની કદાચ સત્તાવાર જાહેરાત થઇ શકે છે, ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીએ તાજેતરમાં પરાગ અગ્રવાલને સીઈઓ બનાવીને કંપની છોડી દીધી છે. જેક ડોર્સીએ ટ્વિટર છોડ્યાના થોડા સમય બાદ, ટેસ્લાના સ્થાપક અને જેક ડોર્સીના મિત્ર એલોન મસ્કે ટ્વિટરની પારદર્શિતા વિશે ઘણી ટ્વિટ્સ કરી છે. ધીમે ધીમે એ વાત આવી કે એલોન મસ્ક ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાઈ રહ્યા છે.

ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે તાજેતરમાં Twitter માં લગભગ 9 ટકા હિસ્સો લીધો હતો. હવે એક નવા રિપોર્ટ અનુસાર, તેઓ માઇક્રો-બ્લોગિંગ સાઇટ Twitter ખરીદવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એલોન મસ્કે કંપનીને Twitter Inc ખરીદવાની ઓફર કરી છે. એલોન મસ્કે કહ્યું છે કે Twitter માં ઘણુ પોટેંશિયલ છે અને તેને અનલોક કરવા માંગે છે.

એલોન મસ્કે જણાવ્યું કે, હું ટ્વિટરનો 100 ટકા હિસ્સો 54.20 ડોલર પ્રતિ શેર રોકડમાં ખરીદવાની ઓફર કરી રહ્યો છું, જે મેં ટ્વિટરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું તે પહેલાંના દિવસનું 54 ટકા પ્રીમિયમ અને મારા રોકાણની જાહેરમાં જાહેરાત કરવામાં આવી તેના આગલા દિવસે 38 ટકા પ્રીમિયમ છે. “મારી ઓફર મારી શ્રેષ્ઠ અને અંતિમ ઓફર છે અને જો તે સ્વીકારવામાં નહીં આવે, તો મારે શેરહોલ્ડર તરીકેની મારી સ્થિતિ પર પુનર્વિચાર કરવાની જરૂર પડશે.