IPL/ ગુજરાતે રાજસ્થાનને 37 રને હરાવ્યું,પોઈન્ટ ટેબલમાં ટોપ પર

IPL 2022ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. ગુજરાતની ટીમ 37 રને મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે

Top Stories Sports
18 2 ગુજરાતે રાજસ્થાનને 37 રને હરાવ્યું,પોઈન્ટ ટેબલમાં ટોપ પર

IPL 2022ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. ગુજરાતની ટીમ 37 રને મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ સિઝનમાં આ તેની ચોથી જીત છે. ગુજરાતના 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ નવ વિકેટે 155 રન જ બનાવી શકી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ગુજરાત ટાઇટન્સનું શાનદાર ફોર્મ ચાલુ છે. ગુરુવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સે વધુ એક મોટી જીત મેળવી હતી અને રાજસ્થાનને 37 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

સુકાની હાર્દિક પંડ્યાની ઓલરાઉન્ડ રમતના આધારે ગુજરાતે રાજસ્થાન સામેની મેચમાં પર્ફોમન્સ જાળવી રાખ્યો હતો. હાર્દિક પંડ્યાએ પહેલા 87 રનની તોફાની ઇનિંગ રમી હતી, સાથે જ ફિલ્ડિંગ-બોલિંગમાં પણ પોતાની આગ ફેલાવી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી માત્ર જોસ બટલર 54 રનની તોફાની ઇનિંગ રમી શક્યો હતો.