Bengal SSC scam/ અર્પિતા મુખર્જીના અન્ય ફ્લેટ પર EDના દરોડા, રોકડ જપ્ત થશે?

EDએ પાર્થ ચેટરજીના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય ફ્લેટ પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રોયલ રેસિડેન્સીના ચિનાર પાર્ક સ્થિત અર્પિતા મુખર્જીના ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા છે.

Top Stories India
Arpita Mukherjee

EDએ પાર્થ ચેટરજીના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય ફ્લેટ પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રોયલ રેસિડેન્સીના ચિનાર પાર્ક સ્થિત અર્પિતા મુખર્જીના ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા છે. અગાઉ અર્પિતા મુખર્જીના દરોડામાં પહેલા 21 કરોડ અને પછી ગઈકાલે 29 કરોડ મળી આવ્યા છે.

પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી બંને 3 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આજે ​​પાર્થ ચેટરજીને પણ મંત્રી પદેથી હટાવી દીધા છે. આગલા દિવસે પણ EDએ શિક્ષક ભરતી કૌભાંડના સંબંધમાં અર્પિતા મુખર્જીના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDએ લગભગ 29 કરોડ રૂપિયા રોકડા અને પાંચ કિલોગ્રામ સોનાના ઘરેણા જપ્ત કર્યા હતા.

18 કલાક સુધી ચાલેલા દરોડામાં તપાસ એજન્સીના અધિકારીઓ આજે સવારે કોલકાતાના બેલઘરિયા વિસ્તારમાં અર્પિતા મુખર્જીના ઘરેથી રોકડ સાથે બહાર આવ્યા હતા. પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની 23 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી, તેના એક દિવસ પછી તેમના ઘરે પ્રથમ કન્સાઈનમેન્ટ મળ્યા હતા.

ગયા સપ્તાહના દરોડા દરમિયાન, તપાસ એજન્સીના અધિકારીઓએ મુખર્જીના ફ્લેટમાંથી 21 કરોડ રૂપિયા રોકડા, મોટી માત્રામાં વિદેશી ચલણ અને 2 કરોડ રૂપિયાના સોનાના બાર જપ્ત કર્યા હતા. મુખર્જીના બંને ઘરમાંથી 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે જેની અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે શિક્ષક ભરતી કૌભાંડ થયું ત્યારે પાર્થ ચેટર્જી રાજ્યના શિક્ષણ મંત્રી હતા.

પાર્થ ચેટરજીની ધરપકડ અંગે વિપક્ષના આરોપોનો સામનો કરી રહેલા મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારને સમર્થન આપતા નથી અને જો ધરપકડ કરાયેલા પ્રધાન દોષિત સાબિત થાય તો તેમને સજા થવી જોઈએ. આ સાથે જ આજે તેમણે પાર્થ ચેટરજીને મંત્રી પદ પરથી હટાવી દીધા છે.

આ પણ વાંચો:પાર્થ ચેટર્જી પર CM મમતા બેનર્જીની કાર્યવાહી, મંત્રી પદ પરથી હટાવ્યા