અહેવાલ/ વિશ્વમાં મહિલા પાયલોટની સંખ્યમાં ભારત અવ્વલ,જાણો

ભારતમાં મહિલા સશક્તિકરણ માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનોની અસર હવે દેખાઈ રહી છે. જે દેશ વૈશ્વિક લિંગ સમાનતા રેન્કિંગમાં 146 દેશોમાંથી 135માં ક્રમે છે

Top Stories India
6 16 વિશ્વમાં મહિલા પાયલોટની સંખ્યમાં ભારત અવ્વલ,જાણો

ભારતમાં મહિલા સશક્તિકરણ માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનોની અસર હવે દેખાઈ રહી છે. જે દેશ વૈશ્વિક લિંગ સમાનતા રેન્કિંગમાં 146 દેશોમાંથી 135માં ક્રમે છે, તે દેશમાં મહિલા પાઈલટોની બાબતમાં સમગ્ર વિશ્વને પાછળ છોડી દીધું છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ વુમન એરલાઇન પાઇલટ્સે એક રિપોર્ટ જાહેર કરીને આ જાણકારી આપી છે.

આંકડા અનુસાર, વિશ્વમાં કુલ પાયલોટ્સમાંથી 5.8 ટકા મહિલાઓ છે. મહિલા પાયલોટના મામલે ભારતે વિશ્વની સરેરાશને પાછળ છોડી દીધી છે. ભારતમાં મહિલા પાયલોટનું પ્રમાણ 12.4 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.જે ફિલ્ડમાં પુરુષોનો ઈજારો માનવામાં આવતો હતો, આજે ત્યાં પણ મહિલાઓએ પોતાનું કૌવત બતાવ્યું છે. STEM અને ટેકનિકલ ક્ષેત્ર તેમના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભારતીય સશસ્ત્ર દળોમાં પણ મહિલા પાયલોટની ભરતીમાં તેજી આવી છે.

રિપોર્ટ અનુસાર  ભારતીય મહિલા પાયલટોને તેમના પરિવાર તરફથી પણ સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. આ કારણોસર, મહિલાઓ એવી નોકરીમાં ભાગ લઈ શકે છે જ્યાં મોટાભાગનો સમય પરિવારથી દૂર પસાર કરવો પડે છે.

ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક એરલાઇન્સ વિશ્વભરમાં મોટાભાગે મહિલાઓને રોજગારી આપે છે. મહિલા પાયલોટમાં તેમનો હિસ્સો 6.4 ટકા છે. ભારતમાં પ્રાદેશિક એરલાઇન્સમાં 13.9 ટકા મહિલા પાઇલોટ્સ છે, જ્યારે ભારતીય કાર્ગો એરલાઇન્સમાં સૌથી ઓછી સંખ્યામાં મહિલા પાઇલોટ્સ છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયા આમાં સૌથી આગળ છે.