Not Set/ ભાવનગરમાં ગટર ઉભરાતાં કોન્ડોમનો જથ્થો મળી આવ્યો, જાણો શું છે કારણ?

સ્પામાં મસાજ દરમિયાન ગ્રાહકોના મૂડ અને વર્તન જોયા બાદ તેને ખાસ સર્વિસ કે ‘સ્વર્ગની સફર’ જેવા અનુભવ માટે પૂછવામાં આવે છે. ગ્રાહક જો લલચાય તો તેના માટે ભાવ-તાલ જણાવવામાં આવે છે

Top Stories Gujarat
કોન્ડોમ સ્પા

રાજ્યમાં ચારેય તરફ ગેરકાયદેસર રીતે ક્યાંક નઈને ક્યાંક કૂટણખાના ચાલતાં હોય છે અને પોલીસ પણ તેને ઝડપી લેતી હોય છે. સ્પા સેન્ટરોમાં અન્ય રાજ્ય તથા વિદેશી યુવતીઓઓને લાવી ચલાવતાં હોય છે. થોડા સમયના અંતરે તેઓ જગ્યા બદલતાં રહેતા હોય છે. સૌરાષ્ટ્રમાં પણ આવી જ રીતે અનેક જગ્યાએ ફૂટણખાના ચાલતા હોવાની વાત સામે આવી છે. ભાવનગરમાં પણ સ્પા સેન્ટરની આડમાં અનેક જગ્યાએ દેહવ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા હોવાની વાત સામે આવી છે.

ભાવનગરમાં અંદાજે 20 સ્પા સેન્ટરો ચાલતી હોવાની વાત સામે આવી છે. જેની નોંધણી કોર્પોરેશન તથા પોલીસમાં થયેલી હોય છે. પોલીસ સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીઓ તથા પરપ્રાંતીય યુવતીની વિગતો મેળવે છે તથા સોગંદનામું પણ કરવામાં આવે છે. સ્પા સેન્ટરમાં દાખલ થતાં જ એક મેનુ કાર્ડ બતાવવામાં આવે છે, જેમાં અલગ-અલગ પ્રકારના સ્પા થેરાપી, જેમકે સાદી સ્પા રૂ. 800થી 1000, ઓઇલ સ્પા રૂ.1200થી 1500, જેલ સ્પા રૂ.1500, હોટ સ્પા રૂ.3000થી 3500, થાઇ સ્પા રૂ.3000થી 4000 હોય છે. સ્પાના પ્રકારની સાથોસાથ સમયગાળાના ભાવ પણ અલગ-અલગ હોય છે.

સ્પામાં મસાજ દરમિયાન ગ્રાહકોના મૂડ અને વર્તન જોયા બાદ તેને ખાસ સર્વિસ કે ‘સ્વર્ગની સફર’ જેવા અનુભવ માટે પૂછવામાં આવે છે. ગ્રાહક જો લલચાય તો તેના માટે ભાવ-તાલ જણાવવામાં આવે છે અને એ માટે પાર્ટિશન કરેલી રૂમની સગવડ પણ ત્યાં જ ઉપલબ્ધ હોય છે. આ માટે રૂ. 2500થી 5000 સુધીનો ચાર્જ ટીપ સ્વરૂપે મેળવવામાં આવે છે. ગ્રાહક સ્પા સેન્ટરમાં દાખલ થાય એટલે તરત તેના મોબાઇલ, પાકીટ, ચાવી બધું લોકરમાં મુકાવી દેવામાં આવે છે એટલે બિન્દાસ્ત રીતે દેહવ્યાપારનો ધંધો ધમધોકાર ચાલે છે.

ઘોઘા સર્કલ વિસ્તારમાં ચાલતા એક સ્પા સેન્ટરના બિલ્ડિંગની ગટર વારંવાર ઊભરાય જાય છે અને આ ગટર સાફ કરતી વખતે કોન્ડમનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતો હોવાનું એક ફલેટધારકે જણાવ્યું હતું. ગટર વારંવાર ભરાય જતાં લોકોને શંકા પડતાં આ ગોરખધંધા ચાલતા હોવાનું બહાર આવ્યું હતું આ અંગે દુકાન ભાડે આપનાર માલિકને પણ ફલેટધારકોએ જાણ કરી છે.

સ્પા સેન્ટરમાં ચાલતા આ ગોરખધંધા તંત્રવાહકોની જાણ બહાર હોય એ શક્ય નથી. એક સ્પા સેન્ટરમાં માલેતુજાર ગ્રાહકનો ફોટો પાડી બ્લેકમેઇલિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ખાખી ધારક શખ્સે વચ્ચે પડી તેને થાળે પાડ્યું હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા હતા.

સ્પા સેન્ટરમાં કામ કરતી એક યુવતીએ મંતવ્ય ન્યૂઝ જણાવ્યું હતું કે, આ કામ અમે મજબૂરીના લીધે કામ કરીએ છીએ, કોઈ ગ્રાહક ખાસ સર્વિસ માગે તો તેને આપવી એવી સૂચના હોય છે. અમે અહીં જ રહીએ છીએ.