Not Set/ 25 લાખમાં મામલો થાળે પડવાનો હતો, પરંતુ  સ્વામી ચિન્મયાનંદના પોતાના લોકોએ આખી બાજી બગાડી

એસ.એસ. લો કોલેજની વિધ્યાર્થિનીના ગંભીર આક્ષેપોથી ઘેરાયેલી સ્વામી ચિન્મયાનંદની મુશ્કેલીઓ તેમના પોતાના લોકો એ જ વધારી દીધી છે. એવું કહેવામાં આવે છે કે જો સ્વામીનો વાંધાજનક વિડિઓ, વિદ્યાર્થીની ના મિત્ર સંજયના હાથમાં આવ્યો ત્યારે, તેના મનમાં સ્વામી પાસેથી ખંડણી માંગવાનો વિચાર આવ્યો. પાંચ કરોડથી મામલો શરૂ થયો ત્યારે સ્વામી ચિન્મયાનંદ ચોંકી ગયા. સંજયને મનાવવા સ્વામીએ […]

Top Stories India
swami 2 1 25 લાખમાં મામલો થાળે પડવાનો હતો, પરંતુ  સ્વામી ચિન્મયાનંદના પોતાના લોકોએ આખી બાજી બગાડી

એસ.એસ. લો કોલેજની વિધ્યાર્થિનીના ગંભીર આક્ષેપોથી ઘેરાયેલી સ્વામી ચિન્મયાનંદની મુશ્કેલીઓ તેમના પોતાના લોકો એ જ વધારી દીધી છે. એવું કહેવામાં આવે છે કે જો સ્વામીનો વાંધાજનક વિડિઓ, વિદ્યાર્થીની ના મિત્ર સંજયના હાથમાં આવ્યો ત્યારે, તેના મનમાં સ્વામી પાસેથી ખંડણી માંગવાનો વિચાર આવ્યો. પાંચ કરોડથી મામલો શરૂ થયો ત્યારે સ્વામી ચિન્મયાનંદ ચોંકી ગયા. સંજયને મનાવવા સ્વામીએ પોતાના કેટલાક ખાસ લોકોને રોક્યા હતા. પરંતુ તે રકમ ઓછી કરવા તૈયાર નોહતો.

swami 3 1 25 લાખમાં મામલો થાળે પડવાનો હતો, પરંતુ  સ્વામી ચિન્મયાનંદના પોતાના લોકોએ આખી બાજી બગાડી

કોઈક રીતે આ મામલો એક કરોડમાં આવ્યો અને પછી 25 લાખ પર અટવાઇ ગયો. અહીં સ્વામીના ખાસ અંગત લોકોએ તેમને આ કરતાં ઓછી રકમમાં મામલો થાળે પાડવાની ખાતરી આપી હતી. અહીં જ્યારે કેસમાં સ્વામિ દ્વારા વધુ સમય થયો તો,  ત્યારે વિદ્યાર્થીનીએ  સ્વામી ઉપર ગંભીર આક્ષેપો કરતા વીડિયો પર વાયરલ કર્યો અને દિલ્હી પહોંચી ગઇ હતી.

swami 4 25 લાખમાં મામલો થાળે પડવાનો હતો, પરંતુ  સ્વામી ચિન્મયાનંદના પોતાના લોકોએ આખી બાજી બગાડી

આ પછી સ્વામીના અંગત કે જેઓ ઓછી રકમમાં મામલામાં સમાધાન કરાવવા માંગતા હતા તે દિલ્હી પહોંચી ગયા. અહીં સ્વામીના વિશેષ લોકો વિદ્યાર્થીની અને તેના મિત્ર સંજય સાથે રાજસ્થાન ગયા હતા. આ દરમિયાન ડ્રાઇવરે કારમાં સ્વામિ પાસે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગવાની વાત ઉલ્લેખી હતી. આ બાબતે વાહનમાં હાજર વિદ્યાર્થી અને તેના મિત્રો સંજય અને સચિન સેંગરે સ્વામી ચિન્મયાનંદના વોટ્સએપ પર પાંચ કરોડની ખંડણી રકમ માંગવા માટે મેસેજ મોકલવાની જરૂર શું છે..? તે માટે એકબીજાને દોષી ઠેરવવાનું શરૂ કર્યું હતું.

swami 1 1 25 લાખમાં મામલો થાળે પડવાનો હતો, પરંતુ  સ્વામી ચિન્મયાનંદના પોતાના લોકોએ આખી બાજી બગાડી

સ્વામી ચિન્મયાનંદના અંગત લોકોએ  આ વાતચીત નો વિડીયો બનાવીલીધો હતો. જેથી ચિન્મયાનંદ અને વિદ્યાર્થીનો વીડિયો વાઇરલ થાય તો તેનો ઉપયોગ કરી શકાય. તેમને લાગ્યું કે આ  વિડીયો વાયરલ કરવાથી ખંડણી  માંગનારા  પોતાના પર ખંડણી ને લગતી કાર્યવાહીથી ડરીને પાછી પાની કરશે. પરંતુ ત્યાં સુધીમાં મોડુ થઈ ગયું હતું અને મામલો ઉકેલાવાને બદલે વધુ ઉલઝી ગયો.

swami 6 25 લાખમાં મામલો થાળે પડવાનો હતો, પરંતુ  સ્વામી ચિન્મયાનંદના પોતાના લોકોએ આખી બાજી બગાડી

એસઆઈટીની તપાસ દરમિયાન, જ્યારે બંને પક્ષોને લાગ્યું કે તેઓ ફસાઈ જશે, ત્યારે સ્વામીના તેલ માલિશનો વીડિયો વાયરલ થયો હતો. તે જ સમયે, એક યુવતી અને તેના મિત્રોએ પાંચ કરોડની ખંડણી રકમ માંગતી હોવાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. બંને બાજુ થી વિડીયો વાઇરલ થતાં એસઆઈટીની તપાસમાં ઝડપ આવી હતી. અને સ્વામિ પર સકંજો વધુને વધુ ઘેરતો ગયો. સાથે જ ખંડણી મામલામાં સંજય, વિક્રમ, સચિન સેંગર, સોનુની મુશ્કેલીઓ પણ વધી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.