સંબોધન/ મુખ્યમંત્રી રૂપાણી કરી શકે છે કોરોનાકાળમાં મોટી જાહેરાત : સવારે 11 વાગે સો.મીડિયાથી કરી શકે છે સંબોધન

ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે તે જોતાં રાજ્ય સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.મુખ્યમંત્રી રૂપાણી મોટી જાહેરાત કરી શકે છે. કોરોનાકાળમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા મોટી

Top Stories Gujarat
cm today 3 મુખ્યમંત્રી રૂપાણી કરી શકે છે કોરોનાકાળમાં મોટી જાહેરાત : સવારે 11 વાગે સો.મીડિયાથી કરી શકે છે સંબોધન

ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે તે જોતાં રાજ્ય સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.મુખ્યમંત્રી રૂપાણી મોટી જાહેરાત કરી શકે છે. કોરોનાકાળમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા મોટી જાહેરાતની શકયતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ માટે મુખ્યમંત્રી રૂપાણી 11:00 વાગે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કરે તેવી શક્યતા છે.

cm meeting મુખ્યમંત્રી રૂપાણી કરી શકે છે કોરોનાકાળમાં મોટી જાહેરાત : સવારે 11 વાગે સો.મીડિયાથી કરી શકે છે સંબોધન

મુખ્યમંત્રી રૂપાણી કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા માટે સતત વ્યસ્ત રહે છે. ગઈકાલે 162 નગરોના પ્રમુખો ઉપપ્રમુખો સાથે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સથી સંવાદ સાધ્યો હતો. તેમજ આપણે ફરિયાદી નહીં પરંતુ વ્યવસ્થાપક બનવાનું  તેઓએ જણાવ્યું હતું. તેમજ તેઓના નગરમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

gujarat highcourt 3 મુખ્યમંત્રી રૂપાણી કરી શકે છે કોરોનાકાળમાં મોટી જાહેરાત : સવારે 11 વાગે સો.મીડિયાથી કરી શકે છે સંબોધન

એ બાબત ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અપુરતા હોવાનું હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. તેમજ ગઈકાલે હાઇકોર્ટ દ્વારા જાહેર હિતમાં સુઓમોટો કરી અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં પણ હાઇકોર્ટ દ્વારા સરકારની કામગીરી માટે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમજ ચોક્કસ પગલાં ભરવા માટે ટકોર કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…