Not Set/ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથનો ભવ્ય સ્વાગત,વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથનો શાનદાર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન પ્રવિંદ જુગનાથને આવકારવા માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતું

Top Stories Gujarat
8 25 મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથનો ભવ્ય સ્વાગત,વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથનો શાનદાર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન પ્રવિંદ જુગનાથને આવકારવા માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતું, રસ્તાઓ પર દરેક ગુજરાતના વિવિધ કલ્ચરના દર્શન કરવાતા પર્ફોમન્સ યોજાવામાં આવ્યાં હતા.

મોરેશિયસ વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ 8 દિવસના ભારતના પ્રવાસે આવ્યાં છે..પ્રવિંદ જુગનાથ મૂળી યુપીના આહીર પરિવારમાંથી આવે છે,તેમનો પરિવાર વર્ષો પહેલા મોરેશિયસમાં સ્થાઈ થયો.પ્રવિંદુ જુગનાથના પિતા અનિરુદ્ધ જુગનાથ પણ મોરેશિયસના વડાપ્રધાન રહી ચૂક્યા છે.

મોરેશિયસના વડાપ્રધાનશ્રી પ્રવીન્દ જુગનાથ તથા શ્રીમતિ કોબિતા જૂગનાથ અને ઉપસ્થિતો સમક્ષ ગણેશ સ્તુતિ પ્રસ્તુત કરાઈ હતી. ગુજરાતની આગવી ઓળખ રજૂ કરતા અઠંગો રાસ, ગરબા તથા ભારતીય શાસ્ત્રીય વાદનની ઉત્કૃષ્ટ કૃતિઓ વડાપ્રધાનશ્રીના આગમન નિમિત્તે રજૂ કરવામાં આવી હતી. ટાન્ઝાનિયા-રવાન્ડા-નાઈજીરીયા-ઈથોપીયાના-નાઈજીરીયા-ઈથોપીયાના-ઈથોપીયાના છાત્રોએ “વંદે માતરમ” ગીત રજૂ કરીને ઉપસ્થિતોને સાનંદાશ્ચર્યની અનુભૂતિ કરાવી હતી. કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટમાં નિવાસ કરતા મોરેશિયસના વિદ્યાર્થીઓ મોરેશિયસના વડાપ્રધાનને હૂંફાળા વાતાવરણમાં મળ્યા હતા અને વાતચીત કરી હતી.

આમંત્રિતોના હસ્તે કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી શુભારંભ થયા બાદ કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રી જૂગનાથને કલેકટરશ્રીએ સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માનિત કર્યા હતા.