આગામી દિવસોમાં દિવાળીનાં તહેવારો નિમિતે 13 નવેમ્બરને શુક્રવાર થી તા 18 નવેમ્બરને બુધવાર સુધી ગુજરાતનાં અનેક મહત્વના અને મોટા માર્કેટિંગ યાર્ડની તમામ હરાજી બંધ રહેશે. તા 19 નવેમ્બર ગુરુવારને લાભ પાંચમના રોજ હરાજીનું કામકાજ ફરી શરૂ થશે જેની નોંધ ખેડૂતો, વેપારી અને મજુરભાઈએ લેવી. જો વાત કરવામાં આવે તો…
પાટણની માર્કેટયાર્ડમાં દિવાળીનું વેકેશન આપનવા આવ્યું છે. જેને લઈને માર્કેટિગ યાર્ડ 12 નવેમ્બરથી બંધ રહેશે, આગામી તારીખ 12 થી 18 નવેમ્બર પાટણ માર્કેટયાર્ડ બંધ રહેશે. તેમજ 11 નવેમ્બરથી કપાસની ખરીદી બંધ રહેશે. લાભપાંચમ થી માર્કેટયાર્ડના શ્રી ગણેશ કરવામાં આવશે.
ભાવનગર જિલ્લાનું માર્કેટિંગ યાર્ડ 6 દિવસ માટે બંધ રહેશે. 13 નવેમ્બર થી 18 નવેમ્બર સુધી માર્કેટિંગ યાર્ડની તમામ હરાજી બંધ રહેશે. 19 નવેમ્બર, ગુરૂવાર લાભ પાંચમના રોજ હરાજીનું કામકાજ શરૂ થશે. મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલ પાચાણીએ કહ્યું કે, દિવાળીના તહેવાર આવતા હોવાથી યાર્ડ 6 દિવસ માટે બંધ રહેશે.
મહુવા માર્કેટિંગ યાર્ડ 6 દિવસ બંધ રહેશે. જઆગામી દિવાળી ના તહેવારો નિમિતે 13 નવેમ્બર ને શુક્રવાર થી તા 18 નવેમ્બર ને બુધવાર સુધી માર્કેટિંગ યાર્ડ ની તમામ હરાજી બંધ રહેશે તા 19 નવેમ્બર ગુરુવાર લાભ પાંચમ ના રોજ હરાજી નુ કામકાજ શરૂ થશે જેની નોંધ ખેડૂતો વેપારી મજુર ભાઈ એ નોંધ લેવી.
હળવદ માર્કેટિંગ યાર્ડ દિવાળી નિમિત્તે યાર્ડમાં 6 દિવસનું મિનિ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 13 તારીખથી બંધ થશે અને 19મી લાભ પાંચમથી ફરી રાબેતા મુજબ ધબકતુ થશે. હાલમાં 15 હજાર મણ કપાસ અને 8 હજાર મણ મગફળીની આવક થઇ છે. દિવાળી નિમિત્તે તમામ હરરાજી બંધ રહેશે.
જૂનાગઢના ભેસાણ માર્કવટિંગ યાર્ડમાં આઠ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયુ છે. ભેંસાણ માર્કેટિંગ યાર્ડ દ્વારા ગામડેથી જણસી લઈને આવતા ખેડૂતભાઈઓ તેમજ કમિશન એજન્ટભાઈઓમાં, યાર્ડ દ્વારા જાણ કરવામાં આવી દર વર્ષની માફક આ વર્ષે ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન તા 12,11,20020 થી તા 18,11,2020 સુધી રજા રહેશે તેમજ તમામ ખેડૂતોની જણસીની આવકો આગામી લાભ પાંચમ તા 19,11,2020 ના રોજ શુભ મુરતના દિવસે હરજીનું કામ શરૂ કરવામાં આવશે.