Not Set/ ઝારખંડમાં જીત મેળવ્યા બાદ હેમંત સોરેને કહ્યુ-સિંહનું બચ્ચુ સિંહ નહી હોય તો શું…

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ હવે જેએમએમ-કોંગ્રેસ રાજ્યમાં આરજેડી મહાગઠબંધનની સરકાર બનાવવા જઇ રહી છે. 27 ડિસેમ્બરે હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં જેએમએમનાં નેતૃત્વ હેઠળનાં મહાગઠબંધને ભાજપને પરાજિત કરી દીધેલ છે અને તેને સત્તામાંથી હાંકી કાઠેલ છે. જ્યા મહાગથબંધનને 47 બેઠકો મળી હતી, ત્યા ભાજપને 25 બેઠકો પર […]

Top Stories India
Hemant Soren 1 ઝારખંડમાં જીત મેળવ્યા બાદ હેમંત સોરેને કહ્યુ-સિંહનું બચ્ચુ સિંહ નહી હોય તો શું...

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ હવે જેએમએમ-કોંગ્રેસ રાજ્યમાં આરજેડી મહાગઠબંધનની સરકાર બનાવવા જઇ રહી છે. 27 ડિસેમ્બરે હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં જેએમએમનાં નેતૃત્વ હેઠળનાં મહાગઠબંધને ભાજપને પરાજિત કરી દીધેલ છે અને તેને સત્તામાંથી હાંકી કાઠેલ છે. જ્યા મહાગથબંધનને 47 બેઠકો મળી હતી, ત્યા ભાજપને 25 બેઠકો પર સમેટાઇ ગઇ હતી.

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં જેએમએમએ રેકોર્ડ 30 બેઠકો જીતી હતી અને વિધાનસભાની સૌથી મોટી પાર્ટી પણ બની હતી. જીત બાદ હેમંત સોરેને એક ટીવી ચેનલ સાથેની મુલાકાત દરમિયાન ચૂંટણીની રણનીતિ અને રાજકારણ વિશે વાત કરી હતી. હેમંત સોરેને વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી અને મહાગઠબંધનની જીત વિશેની મુલાકાત દરમિયાન પૂછેલા પ્રશ્નનાં જવાબમાં કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી દરમિયાન અમને લાગ્યું કે ઝારખંડની પ્રજા રાજ્ય સરકારથી નારાજ છે. ઝારખંડનાં લોકો ખાસ કરીને આદિજાતિ રઘુબરદાસ સરકારથી નારાજ હતા. જનતાની પાસે તે સંદેશ ગયો હતો કે, જો ભાજપ સરકાર બનશે તો સરકાર દિલ્હીથી ચાલશે. અમે લોકોની નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કર્યો. તેમના મુદ્દાઓ ઉઠાવ્યા અને તેનું પરિણામ જે અમને ચૂંટણીમાં મત તરીકે મળ્યું.

પરિવારવાદનાં રાજકારણ વિશે પૂછેલા સવાલ પર હેમંત સોરેને કહ્યું કે, તેઓ આવા સવાલની પ્રશંસા કરે છે. તેમણે કહ્યું, જો સિંહ સિંહનું બચ્ચુ સિંહ નહી હોય તો શું કૂતરુ હશે. તેમણે કહ્યું કે રાજકીય પરિવારવાદનો પ્રશ્ન ખૂબ હાસ્યાસ્પદ છે. તેમણે કહ્યું કે, જ્યારે જૂતા સાફ કરનારનો પુત્ર જૂતા સાફ કરે છે, ત્યારે શું લોકોને પરિવારવાદ નજર નથી આવતો, પરંતુ જ્યારે કોઈ આદિવાસી રાજકીય કુટુંબ સત્તાની નજીક જાય છે, ત્યારે ત્યાં પરિવારવાદ આવી જાય છે. આપને જણાવી દઈએ કે, હેમંત સોરેન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઝારખંડનાં પૂર્વ મુખ્ય મંત્રી શિબુ સોરેનનાં પુત્ર છે. સરકારમાં આવ્યા બાદ લોકોને આપેલા વચનને પૂરા કરવાની વાત કહી અને કહ્યુ કે તેમનો હેતુ રાજ્યનાં દરેક વર્ગને ધ્યાનમાં રાખીને રાજ્યનાં હિતમાં કાર્ય કરવાનું છે. તેમણે કહ્યું કે તેઓ ઝારખંડની જનતા સાથે કરેલા વચનને નિશ્ચિતરૂપે પૂરા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.