T20 World Cup/ પાકિસ્તાની કેપ્ટને લીધી હસન અલીની ક્લાસ, કહ્યુ- કેચ છોડ્યો એ મેચનો રહ્યો ટર્નિંગ પોઈન્ટ

ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટને લોકો ખૂબ પસંદ કરે છે. ટીમની હાર અને જીત પર કરોડો લોકો ખુશ અથનવા દુઃખી થઇ જતા હોય છે. કહેવાય છે કે, હાથ કો આયા મુ ના લગા.

Top Stories Sports
આઝમ અને હસન

ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટને લોકો ખૂબ પસંદ કરે છે. ટીમની હાર અને જીત પર કરોડો લોકો ખુશ અથનવા દુઃખી થઇ જતા હોય છે. કહેવાય છે કે, હાથ કો આયા મુ ના લગા. કઇંક આવુ જ પાકિસ્તાનની ટીમ સાથે ગુરુવારે રમાયેલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સેમિફાઈનલમાં જોવા મળ્યુ હતુ.

1 2021 11 12T092648.083 પાકિસ્તાની કેપ્ટને લીધી હસન અલીની ક્લાસ, કહ્યુ- કેચ છોડ્યો એ મેચનો રહ્યો ટર્નિંગ પોઈન્ટ

આ પણ વાંચો – Cricket / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં રોહિત કે કોહલી નહી પણ આ ખેલાડી કરશે Captaincy

પાકિસ્તાનની ટીમ માટે આ T20 વર્લ્ડકપમાં બધુ જ બરોબર થઇ રહ્યુ હતુ, પરંતુ એક ભૂલ ક્યારેક ભારે પડી જાય છે. જણાવી દઇએ કે, T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાનની સફર હવે પૂરી થઈ ગઈ છે. ગુરૂવારે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં હાથે ટીમને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ વચ્ચેની 81 રનની ભાગીદારીએ પાકિસ્તાનનું બીજી વખત T20 ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું છે. પાકિસ્તાનની હારનું મુખ્ય કારણ લોકો હવે હસન અલીને માની રહ્યા છે. જેણે 19મી ઓવરમાં મેથ્યુ વેડનો કેચ છોડ્યો હતો, જે પાકિસ્તાન માટે ભારે પડ્યુ હતુ. વેડે આ કેચનાં આગામી ત્રણ બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારીને કાંગારૂ ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. હાર બાદ કેપ્ટન બાબર આઝમનો ગુસ્સો પણ હસન અલી પર ઉતર્યો હતો અને તેણે તે કેચને મેચનો ટર્નિંગ પોઈન્ટ પણ ગણાવ્યો હતો. મેચ બાદ બાબર આઝમે કહ્યું, ‘બધું અમારી રણનીતિ પ્રમાણે ચાલી રહ્યું હતું. અમારો સ્કોર પણ સારો હતો પરંતુ અમારી બોલિંગ એટલી સચોટ નહોતી. જો તમે આવા પ્રસંગોએ કેચ છોડો છો તો મેચ તમારા હાથમાંથી નીકળી જાય છે. તે મેચનો ટર્નિંગ પોઈન્ટ પણ હતો. પાકિસ્તાની કેપ્ટને જોકે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેની ટીમનાં પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ખેલાડીઓ વધુ સારું રમવાનું ચાલુ રાખશે. “અમે જે રીતે આખી ટૂર્નામેન્ટ રમી તે શાનદાર હતી. અમે આગામી દિવસોમાં ટીમ પાસેથી વધુ પ્રદર્શનની અપેક્ષા રાખીએ છીએ. દરેક ખેલાડીએ પોતાની ભૂમિકા સારી રીતે ભજવી.

આઝમ અને હસન

આ પણ વાંચો – T20 World Cup / મોહમ્મદ રિઝવાને T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, જે તેણે કરી બતાવ્યુ હવે નહી કરી શકે કોઇ

આપને જણાવી દઇએ કે, 19મી ઓવરનાં શાહીન આફ્રિદી દ્વારા ફેંકવામાં આવેલા ત્રીજા બોલ પર મેથ્યુ વેડે હવામાં એક શોટ લેગ સાઇડમાં રમ્યો અને બોલ સીધો હસન અલીનાં હાથમાં ગયો, પરંતુ પાકિસ્તાનનો આ ઝડપી બોલર આ કેચ પકડી શક્યો નહીં અને પાકિસ્તાનની હાર અને ઓસ્ટ્રેલિયાની જીત પર આ કેચે મહોર મારવાનું કામ કર્યું હતુ. બોલિંગમાં પણ હસન અલી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને તેણે પોતાની ચાર ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 44 રન આપી દીધા હતા. ઈનિંગની 18મી ઓવરમાં આ ફાસ્ટ બોલરે સ્ટોઈનિસ અને વેડને તે ક્ષણે 15 રન આપ્યા હતા, જેની અસર આગામી ઓવરમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી.