Not Set/ કોંગ્રેસના નેતા ડો.જીતુ પટેલને મારી નાંખવાની ધમકી મળી

અમદાવાદ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ડો. જીતુભાઈ પટેલને જાનથી મારી નાંખવાની અને 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ધમકી મળી છે.આ ધમકી અંગે ડો.જીતુ પટેલે અમદાવાદના નારણપુરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આ ફરિયાદ પ્રમાણે ડો.જીતુ પટેલને કોઇ અજાણ્યા વિદેશી નંબર પરથી વોટ્સ એપ મેસેજ પર 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે અને જો તે […]

Top Stories
dr. jitu patel કોંગ્રેસના નેતા ડો.જીતુ પટેલને મારી નાંખવાની ધમકી મળી

અમદાવાદ

કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ડો. જીતુભાઈ પટેલને જાનથી મારી નાંખવાની અને 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ધમકી મળી છે.આ ધમકી અંગે ડો.જીતુ પટેલે અમદાવાદના નારણપુરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

આ ફરિયાદ પ્રમાણે ડો.જીતુ પટેલને કોઇ અજાણ્યા વિદેશી નંબર પરથી વોટ્સ એપ મેસેજ પર 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે અને જો તે ના ચુકવે તો જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ છે.ડો.જીતુ પટેલને વોટ્સ એપ પર મળેલી ધમકી પ્રમાણે જો 3 દિવસમાં 10 લાખ નહીં આપવામાં આવે તો પરિવારના સભ્યોને જાનથી મારી નાંખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મે મહિનામાં  ગુજરાતમાં ભાજપ સરકારના પુર્વ મંત્રી અને પાટીદાર અગ્રણી જયંતિ કવાડિયાને ફોન પર ધમકી આપીને ખંડણી માગંવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગેન્ગસ્ટર રવિ પુજારીના નામથી અર્જુન નામની વ્યક્તિએ ફોન પર જયંતિ કવાડિયાને ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે. જેના આધારે મોરબી પોલીસે તપાસ શરૂ કરી છે.