Not Set/ એશિયન ગેમ્સમાં સુવર્ણ મેડલ જીતનારી સ્વપ્ના હવે પહેરી શકશે કસ્ટમાઇઝ બૂટ

એશિયન રમતમાં સુવર્ણ મેડલ જીતનારી સ્વપ્ના બર્મન હવે કસ્ટમાઇઝ બૂટ પહેરીને પ્રતિયોગીતામાં ભાગ લઇ શકશે. સ્વપ્નાને પગમાં કુલ ૧૨ આંગળીઓ છે જેને કરને ભારતીય ખેલ પ્રાધિકરણે એડીડાસ સાથે કરાર કર્યો છે જેથી તે હવે આ કંપનીના બૂટ પહેરીને કોઈ પણ રમતમાં ભાગ લઇ શકશે. નીલમ કપૂરના જણાવ્યા પ્રમાણે સ્વપ્નાની તકલીફ જાણ્યા બાદ ખેલના મંત્રાલયે જકાર્તાથી […]

India Trending
728929 swapna barman reuters એશિયન ગેમ્સમાં સુવર્ણ મેડલ જીતનારી સ્વપ્ના હવે પહેરી શકશે કસ્ટમાઇઝ બૂટ

એશિયન રમતમાં સુવર્ણ મેડલ જીતનારી સ્વપ્ના બર્મન હવે કસ્ટમાઇઝ બૂટ પહેરીને પ્રતિયોગીતામાં ભાગ લઇ શકશે. સ્વપ્નાને પગમાં કુલ ૧૨ આંગળીઓ છે જેને કરને ભારતીય ખેલ પ્રાધિકરણે એડીડાસ સાથે કરાર કર્યો છે જેથી તે હવે આ કંપનીના બૂટ પહેરીને કોઈ પણ રમતમાં ભાગ લઇ શકશે.

નીલમ કપૂરના જણાવ્યા પ્રમાણે સ્વપ્નાની તકલીફ જાણ્યા બાદ ખેલના મંત્રાલયે જકાર્તાથી પાછા આવીને અમને નિર્દેશ આયો હતો કે તેના માટે ખાસ બૂટ બનાવવામાં આવે. એડીડાસ સાથે અમે આ સંબંધે વાત કરી હતી અને કંપનીએ પોતાની સહમતી જણાવી હતી.

Image result for gold medalist swpna

તમને જણાવી દઈએ કે સ્વપ્નાના પગમાં ૬-૬ આંગળીઓ છે. આ કારણે સામાન્ય બૂટ પહેરવામાં તેને તકલીફ થાય છે. તેની આ સમસ્યા જકાર્તામાં તેના સુવર્ણ મેડલ જીત્યા પછી પ્રકાશમાં આવી હતી.

પોતાની  જીત બાદ સ્વપ્નાએ ભાવુક થઈને પોતાના માટે ખાસ બુટ બનાવવા માટે અપીલ કરી હતી.

સ્વપ્નાના કોચ સુભાષ સરકારે ગુરુવારે નવી દિલ્લીના મુખ્ય કાર્યાલયથી ઈ-મેલ મળ્યો હતો જેમાં સ્વપ્નાના બૂટ  બનાવવા માટે જરૂરી માહિતી માંગી હતી.

વધુમાં તેમણે કહ્યું કે હું આ ખુશખબરી સ્વપ્નાને મળીને જણાવીશ.