કોણ જીતશે?/ અઝાન V\S હનુમાન ચાલીસા મુદ્દે ઠાકરે અને PFI આમને સામને

રાજ ઠાકરે એ બે એપ્રિલે મસ્જિદમાં લાઉડ સ્પીકર વગાડવાની બાબતે ધારદાર દલીલો રજૂ કરી, જ્યારે સામે પક્ષે સ્પીકરને હાથ અડાડનારની ખેર નથી કહેવાયું.

Mantavya Exclusive India
ઠાકરે

ભારતમાં રહેલા બંને ‘રાષ્ટ્ર’એ પોતાનો ભૂતકાળ ભવ્ય રચ્યો છે. હંમેશા ઐતિહાસિક નિર્ણયો અને અન્ય માટે ઉદાહરણ બનતા સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રએ દેશ વિદેશમાં પોતાનું મહત્વનું સ્થાન ઊભું કર્યું છે. ત્યારે વર્તમાનમાં પણ મહારાષ્ટ્રમાં એક મહાસંગ્રામ ચાલી રહ્યો છે. આ ધમાસાણનું પરિણામ નિશ્ચિત નથી પરંતુ અત્યારે અઝાન વર્સિસ હનુમાન ચાલીસા મહારાષ્ટમાં ચરમસીમાએ છે. જે રીતે મસ્જિદોમાં નમાજ પઢવામાં આવે છે, તે રીતે હનુમાન ચાલીસા સહિત અન્ય પાઠ કરવામાં આવે તે માટે ઠાકરે અને તેના સાથીઓ મેદાનમાં આવી ચૂક્યા છે. જો કે આ ચળવળ શિવસેના તેની છબી સુધારવા માટે ચલાવી રહી હોય એવું લાગે છે, જેથી એક નવો હિન્દુત્વવાળો વિકલ્પ ઊભો થઈ શકે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) (રાજ ઠાકરે દ્વારા સ્થાપિત)જનાધાર બની શકે. મનસે હવે અઝાન માટે લાઉડ સ્પીકર પર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહી છે તો બીજી તરફ તે પક્ષ સાથે પણ યુધ્ધ શરૂ થઈ ચૂક્યું છે જેનું તે નેતૃત્વ કરી રહી છે.

રાજ ઠાકરે એ બે એપ્રિલે મસ્જિદમાં લાઉડ સ્પીકર વગાડવાની બાબતે ધારદાર દલીલો રજૂ કરી હતી. શિવાજીપાર્કમાં રેલી સંબોધતા મનસે પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું કે, ‘જો મસ્જિદમાં લાઉડ સ્પીકર બંધ નહી કરવામાં આવે તો મસ્જિદો બહાર હનુમાન ચાલીસા વધુ મોટેથી વગાડવામાં આવશે. 12 એપ્રિલે થાણેમાં એક સાર્વજનિક રેલીમાં ઠાકરેએ કહ્યું હતું કે જો 3 મી સુધીમાં અઝાન સમયે લાઉડ સ્પીકર બંધ કરવામાં નહી આવે તો ચોક્કસ પણ અમે હનુમાન ચાલીસા ખૂબ મોટેથી વગાડીશું. મહારાષ્ટ્રમાં અઝાન વર્સિસ હનુમાન ચાલીસાનું યુધ્ધ બાદ રાજ ઠાકરેની હિન્દુત્વ માટે નવી પીચ તૈયાર કરવાની નાકામિયાબ કોશિશ ક્યાંક ને ક્યાંક શિવસેના અને રાજ્યના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે મઆયાતે પરેશાની બનતી લાગે છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના માર્ચ 2006 ના રોજ મુંબઇમાં રાજ ઠાકરે દ્વારા કરવામાં આવી હતી, જ્યારે તેમણે પોતાના કાકાના દીકરા એટલેકે પિતરાઇ ભાઈ ઉધ્ધવ ઠાકરે સાથે મતભેદો થવાના કારણે શિવસેના પાર્ટી છોડી દીધી હતી. શિવસેના જ્યાં સુધી ભાજપના ગઠબંધન સહયોગ અને એનડીએનો હિસ્સો હતી ત્યાં સુધી હિન્દુવાદી વિચારો સાથે ઊભી હતી પરંતુ તેને મહાવિકાસ અઘાડીના બે અન્ય બે પૈડાં કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી તે દિવસથી તે પોતાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેના વિચારોને તિલાંજલિ આપતી ગઈ. આવી સ્થિતિમાં,  હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પોતાને એક હિંદુ વૈકલ્પિક પક્ષ બનાવવાની તૈયારીમાં છે અને આ વખતે આ મુદ્દો ઊભો થતાં જ MNS એ મીડિયાનું સીધુ ધ્યાન ખેંચ્યું હતું.  જો કે MNS ઘણા સમયથી આવી એક તક ઝંખતી હતી. હાલમાં રાજ ઠાકરે રાજ્ય સરકારને ઘેરવાનું કામ કરતાં જોવા મળી રહ્યા છે અને ત્યાં તેઓ સાર્વજનિક રીતે સીએમ ઉદ્ધવ ઠાકરેને યાદ અપાવી રહ્યા હોય કે તેઓ કોના પુત્ર છે એવો સીન જોવા મળી રહ્યો છે.મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ બુધવારે તેમના પ્રમુખ રાજ ઠાકરેને શિવસેનાના દિવંગત સ્થાપક બાળાસાહેબ ઠાકરેના “સાચા વારસદાર” તરીકે જાહેર કરીને શિવસેના અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા હતા. પાર્ટીએ દાદરમાં શિવસેના ભવનની બહાર એક બેનર લગાવ્યું જેમાં ઉદ્ધવ ઠાકરે પર હિન્દુઓ દ્વારા લગાવવામાં આવેલા લાઉડસ્પીકર હટાવવાનો આરોપ લગાવ્યો. બાળ ઠાકરેને સંબોધતા બેનરમાં કહેવામાં આવ્યું હતું કે, ‘જુઓ, તમારા પુત્ર સીએમ ઉદ્ધવ ઠાકરે હિન્દુ હોવા છતાં અમને હિન્દુઓ દ્વારા લગાવવામાં આવેલા લાઉડસ્પીકર હટાવવાનું કહી રહ્યા છે. તે અમને હનુમાન ચાલીસા વાંચતા રોકી રહ્યા છે.

આ સમગ્ર વિવાદમાં હવે મામલો ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો છે, જ્યાં MNSએ શિવસેનાને હટાવવાનો પ્રયાસ કર્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ શુક્રવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લખેલા પત્રમાં, નાસિક MNS જિલ્લા પ્રમુખ અંકુશ પવારે માંગ કરી છે કે, કેન્દ્રએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે પગલાં લેવા જોઈએ અને મહારાષ્ટ્ર સરકારને પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવા જોઈએ. સહકાર આપવા સૂચના આપી કારણ કે રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

તેના પર, કટ્ટરપંથી અને રાષ્ટ્ર વિરોધી નિવેદનો માટે જાણીતા ઉગ્રવાદી ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)એ શુક્રવારે ખુલ્લી ધમકી આપતા કહ્યું કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં આવશે તો તેઓ કોઈને પણ છોડશે નહીં. રામનવમીના સરઘસો પર હુમલામાં કથિત સંડોવણી માટે ઘણા રાજ્યોમાં તપાસ હેઠળ આવતા સંગઠને જણાવ્યું હતું કે, કેટલાક લોકોને અઝાન સાથે મુશ્કેલી છે પરંતુ જો લાઉડસ્પીકરને સ્પર્શ કરવામાં આવશે તો તેમણે પરિણામનો સામનો કરવો પડશે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડાએ રાજ ઠાકરે દ્વારા મુંબઈની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે 3 મે સુધીના અલ્ટીમેટમને લઈને રાજ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. શુક્રવારે થાણેના મુંબ્રામાં, PFIના મુંબ્રા પ્રમુખ મતિન શેખાણીએ કહ્યું, ‘દેશમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે અને કેટલાક લોકો મુંબ્રાનું વાતાવરણ પણ બગાડવા માંગે છે. મતિને કહ્યું કે અમારું સૂત્ર છે – “છેડશે તો છોડીશું નહીં.” મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર અઝાન અંગે તેમણે એમ પણ કહ્યું કે, ‘જો તમે એક પણ લાઉડસ્પીકરને સ્પર્શ કરશો તો PFI સૌથી આગળ જોવા મળશે.’ જ્યારે રાજ ઠાકરેએ વળતાં પ્રહાર કરતાં કહ્યું હતું કે કોઈના હકનો વિરોધ નથી કરતા, પરંતુ મસ્જિદો પરના લાઉડસ્પીકર હટાવવા જોઈએ. હું તેમને દૂર કરવા સરકારને વિનંતી કરું છું. અન્યથા અમે તે મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે ડબલ લાઉડસ્પીકર લગાવીશું. શિવસેનાના નાશ પામેલા હિંદુત્વ કાર્ડને હવે રાજ ઠાકરેના નેતૃત્વમાં MNS દ્વારા વટાવવામાં આવી રહ્યું છે. અઝાન સામે હનુમાન ચાલીસાની આ ખેંચતાણ લાંબા સમય સુધી ચાલશે કારણ કે હવે CAA સાથેના ભારત વિરોધી સંગઠનો પણ તેમાં કૂદી પડ્યા છે.

આ પણ વાંચો : કુર્નૂલમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં થયેલી હિંસા મામલે 20 લોકોની કરવામાં આવી ધરપકડ

મંતવ્ય