Earthquake in Shamli/ ઉત્તરપ્રદેશના શામલીમાં ભૂકંપના આંચકા, કોઇ જાનહાનિ નહીં

ઉત્તર પ્રદેશના શામલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે.

Top Stories India
Earthquake in Shamli

Earthquake in Shamli:      ઉત્તર પ્રદેશના શામલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શુક્રવારે રાત્રે 9.30 કલાકે ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપના આંચકા એકદમ સામાન્ય હતા, જેના કારણે કોઈ નુકસાન થયું નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથોરાગઢ અને અલ્મોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ગઈ. ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો. દિલ્હી-NCR ઉપરાંત નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના કારણે નેપાળમાં કેટલાક મકાનો પણ ધરાશાયી થયા છે. જો કે કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે બાજુરા જિલ્લામાં 3 મકાનો ધરાશાયી થયા છે.

દુર્ઘટના/હિમાચલમાં બ્રિજ તૂટતા બે ટ્રક નદીમાં ખાબકતા એકનું ઘટનાસ્થળે મોત, બચાવ કામગીરી પુરજોશમાં

Kashmiri Pandit/કાશ્મીરી પંડિત મામલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર,આશા છે કે…