Administrators/ આ મ્યુનિસિપલ કમિશનરો આ મહાનગરોમાં એડમિનિસ્ટ્રેટર તરીકે સેવા બજાવશે…

રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત તા.૧૩ ડિસેમ્બર-ર૦ર૦ના પૂરી થતાં આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થતાં સુધી આ મહાનગરપાલિકાઓના વહીવટી વડા તરીકે હાલ કાર્યરત મ્યુનિસિપલ કમિશનરોને આવી મહાનગરપાલિકાની રોજબરોજની કામગીરી વહન કરવાના આદેશો કર્યા છે.

Top Stories Others
keshod 17 આ મ્યુનિસિપલ કમિશનરો આ મહાનગરોમાં એડમિનિસ્ટ્રેટર તરીકે સેવા બજાવશે...

રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત તા.૧૩ ડિસેમ્બર-ર૦ર૦ના પૂરી થતાં આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થતાં સુધી આ મહાનગરપાલિકાઓના વહીવટી વડા તરીકે હાલ કાર્યરત મ્યુનિસિપલ કમિશનરોને આવી મહાનગરપાલિકાની રોજબરોજની કામગીરી વહન કરવાના આદેશો કર્યા છે.

તદઅનુસાર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીઓ આવી રોજિંદી કામગીરી સંભાળશે. આ સમય દરમ્યાન તેઓ કોઇ નીતિવિષયક નિર્ણયો લઇ શકશે નહી. આ ૬ મહાનગરોમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થાય અને નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળે નહિ ત્યાં સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનરઓ રોજબરોજની કામગીરી વહન કરશે તેમ પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે.  મહાનગરોમાં રોજબરોજના નાગરિક સુખાકારી કામો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નાગરિકોને દુવિધા ન પડે તેવા હેતુસર મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય કર્યો છે.