એન્કાઉન્ટર/ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ ઠાર,નાગરિકોની હત્યામાં સામેલ હતા

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે

Top Stories India
kashmir 2 કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ ઠાર,નાગરિકોની હત્યામાં સામેલ હતા

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે, જેમાંથી એક આતંકવાદીની ઓળખ ટીઆરએફ (રેઝિસ્ટન્સ ફ્રન્ટ) કમાન્ડર મેહરાન તરીકે થઈ છે. મેહરાન બે શિક્ષકો અને નાગરિકોની હત્યામાં સામેલ હતો. કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે પણ મેહરાનની હત્યા અને હુમલામાં તેની સંડોવણીની પુષ્ટિ કરી છે.

શ્રીનગરનો રામબાગ વિસ્તાર બુધવારે બપોરે ગોળીબારથી હચમચી ગયો હતો. આતંકવાદીઓએ વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળોની ટીમને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સૈનિકોએ મોરચો સંભાળતાની સાથે જ સ્થાનિક લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ શરૂ કરી દીધું હતું.વિસ્તાર ગીચ હોવાથી, સૈનિકોએ સંયમનો ઉપયોગ કરીને જવાબ આપ્યો. જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશન પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.