ગુજરાત પ્રવાસ/ PM મોદીએ કહ્યું; મોઢેરાના લોકોને બે હાથમાં લાડુ, સૌરઉર્જાથી બિલ શૂન્ય થયું, સાથે સરકારને વેચી આવક પણ ઊભી કરી

આજે સાંજે 4:30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે. ત્યારબાદ સાંજે 5:30 કલાકે મહેસાણાના દેલવાડામાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

Top Stories Gujarat Others
Untitled 29 6 PM મોદીએ કહ્યું; મોઢેરાના લોકોને બે હાથમાં લાડુ, સૌરઉર્જાથી બિલ શૂન્ય થયું, સાથે સરકારને વેચી આવક પણ ઊભી કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે આવ્યા છે.અમદાવાદ હવાઇ મથકે વડાપ્રધાનશ્નો ભાવભર્યો સત્કાર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષસી.આર.પાટિલ તેમજ અમદાવાદના મેયરશ્રી કિરીટ પરમારે કર્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજ કુમાર,પોલીસ મહાનિદેશક આશિષ ભાટીયા તેમજ વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

live updates

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

  • રોજગારીની નવી તકો ઉભી થશે: PM
  • પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે: PM
  • આજે શરદ પૂર્ણિમા પણ છે: PM
  • દેશભરમાં આજે મોઢેરાની ચર્ચા: PM
  • આજે સપનાઓ સિદ્ધ થઇ રહ્યા છે
  • આખા મહેસાણા અને ગુજરાત માટે ગર્વની ક્ષણ
  • સૌરઊર્જાના વાત થશે ત્યારે મોઢેરા પહેલું હશે
  • પહેલા દુનિયા મોઢેરાને સૂર્ય મંદિર માટે ઓળખતી હતી
  • મોઢેરા હવે સૂર્યગ્રામ બન્યુ: PM
  • હોર્સ પાવર માટે પહેલા આંદોલન થતા હતા: PM
  • લોકોને વીજળી બીલથી છુટકારો મળશે: PM
  • લોકો ઘરેથી વીજળી ઉત્પન્ન કરશે: PM
  • PM મોદીએ નામ લીધા વિના કોંગ્રેસ પર સાધ્યું નિશાન
  • ‘પહેલા ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હતી’
  • અગાઉ ગુજરાતમાં વારંવાર તોફાનો થતા હતા: PM
  • ગુજરાતે પાણી માટે તપ કર્યું: PM
  • ‘ઉત્તર ગુજરાતે ડેરી ક્ષેત્રે રેકોર્ડ નફો કર્યો’
  • ‘પશુપાલનમાં ઉ.ગુજરાતે દેશભરમાં નામના મેળવી’
  • ‘માંડલ- બેચરાજી ઓટો મોબાઇલનું હબ બન્યું’
  • આજે ગુજરાતમાં વિકાસ દેખાય રહ્યો છે. અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં લોકો જાય છે તેના કરતાં વધારે લોકો સ્ટેચ્યૂ ઓફ
  • યુનિટીએ સરદાર સાહેબના ચરણોમાં વંદન કરવા માટે આવે છે.
  • અનેક મુસીબતોમાંથી અમે ગુજરાતને બહાર કાઢ્યું: પીએમ મોદી
  • જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી ત્યાં હવે ગાડીઓ બની રહી છે
  • હવે લોકો ઘરેથી વિજળી ઉત્ત્પન્ન કરી શકશે
  • હવે વિમાન પણ ગુજરાતની ધરતી પર બનશે
  • જે પાણી દરિયામાં ઠલવાતું હતું, તે પાણી ઉત્તર ગુજરાતને મળ્યું.
  • મેન્યુફેક્ચરિંગ તરીકે હવે ગુજરાતની નવી ઓળખ
  • નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બન્ને તમારી સેવામાં છે
  • પીએમ મોદીએ કહ્યું, મારા શબ્દો લખી રાખજો, જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી ત્યાં ગાડી અને મેટ્રોના કોચ બનવા લાગ્યા.
  • એ દિવસો દૂર નથી કે અહીં વિમાન પણ બનતા હશે. જાપાન વાળા ગાડી અહીં બનાવે અને અહીં બનાવેલી ગાડી જાપાન મંગાવે.
  • નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બંને ભેગા થયા એટલે હવે વિકાસની ગતિ જબરદસ્ત વધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા પહોંચ્યા

  • રૂ.3900 કરોડથી વધુના પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
  • સૌર ઉર્જાથી ચાલતા ગામ તરીકે મોઢેરાને કરશે જાહેર
  • પ્રધાનમંત્રી બહુવિધ પ્રોજેક્ટ્સનો પણ કરશે શિલાન્યાસ
  • PM મોદી મોઢેરા ખાતે મોઢેશ્વરી માતાના કરશે દર્શન
  • PM સૂર્ય મંદિરની પણ લેશે મુલાકાત.

PM મોદી અમદાવાદ એરપોર્ટથી રવાના

  • અમદાવાદ એરપોર્ટ પરથી મહેસાણા જવા રવાના થયા
  • અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનુ સ્વાગત કરાયું
  • PM મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે
  • મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે PM મોદી
  • મોઢેરામાં 3D લાઈટ & સાઉન્ડ શોની શરુઆત કરાવશે

આ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ  દરમિયાન વડાપ્રધાનશ્રી મોઢેરા,આમોદ,જામનગર અને અમદાવાદમાં બહુવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ,ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવાના છે.વડાપ્રધાન આ ઉપરાંત આણંદ અને જામ કંડોરણામાં રેલીને પણ સંબોધન કરશે.

આજે સાંજે 4:30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે. ત્યારબાદ સાંજે 5:30 કલાકે મહેસાણાના દેલવાડામાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે 6:45 કલાકે મોઢેરા માતાના મંદિરે પહોંચશે. સાંજે 7:30 કલાકે મોઢેરા સૂર્ય મંદિર જશે. રાત્રે 9 વાગે અમદાવાદ પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરાયેલા પ્રોજેક્ટ્સમાં અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટના સાબરમતી-જગુદણ સેગમેન્ટના ગેજ કન્વર્ઝન, ONGCનો નંદાસન જીઓલોજિકલ ઓઈલ ઉત્પાદન પ્રોજેક્ટ, ખેરવાથી શિંગોડા તળાવ સુધી સુજલામ સુફલામ કેનાલ, ધરોઈ ડેમ આધારિત વડનગર ખેરાલુ અને ધરોઈ જૂથ સુધારણા યોજના, બેચરાજી મોઢેરા-ચાણસ્મા રાજ્ય ધોરીમાર્ગના એક વિભાગને ચાર માર્ગીય બનાવવાનો પ્રોજેક્ટ, ઊંઝા-દાસજ ઉપેરા લાડોલના (ભાંખર એપ્રોચ રોડ) એક વિભાગને વિસ્તૃત કરવાનો પ્રોજેક્ટ, પ્રાદેશિક તાલીમ કેન્દ્રની નવી ઇમારત, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) મહેસાણા અને મોઢેરા ખાતે સૂર્ય મંદિર ખાતે પ્રોજેક્શન મેપિંગ અને અન્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની યોજના, જે 144 બેઠકો પર થઇ હાર ત્યાં 40 રેલી કરશે PM મોદી

આ પણ વાંચો: નાણા મંત્રી નિર્મલા સીતારમણ ચેન્નાઇમાં શાકભાજી ખરીદવા પહોચ્યા,વીડિયો વાયરલ

આ પણ વાંચો:શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર ECIનો મોટો નિર્ણય, કોઈપણ જૂથ ‘ધનુષ અને તીર’ ચિહ્નનો ઉપયોગ નહીં કરી શકે