નિવેદન/ NCPના દિગ્ગજ નેતા અજિત પવારે વિપક્ષની બેઠક પહેલા શરદ પવારને લઇને આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું….

મુંબઈમાં NCPના 24મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં અજિત પવારે આત્મનિરીક્ષણ અને જરૂર પડ્યે પરિવર્તનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો

Top Stories India
15 1 NCPના દિગ્ગજ નેતા અજિત પવારે વિપક્ષની બેઠક પહેલા શરદ પવારને લઇને આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું....

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષી દળો એક થવાના પૂરા પ્રયાસ કરી રહ્યા છે.  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારે બુધવારે કહ્યું કે તેમની પાર્ટીના વડા શરદ પવાર, જનતા દળ (યુનાઇટેડ)ના વડા નીતિશ કુમાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ કરતા મોટા નેતા છે. અજિત પવારની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે બે દિવસ પછી 23 જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.

મુંબઈમાં NCPના 24મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં અજિત પવારે આત્મનિરીક્ષણ અને જરૂર પડ્યે પરિવર્તનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે  મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, જગન મોહન રેડ્ડી, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના નેતા એન. ચંદ્રબાબુ નાયડુ, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતપોતાના રાજ્યોમાં પોતાના દમ પર જીતી શકે છે…શરદ પવાર આ બધા કરતા મોટા નેતા છે. NCP મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનનો ભાગ છે. શિવસેના અને કોંગ્રેસ પણ આમાં સહયોગી છે. અજિત પવારની આ ટિપ્પણી પટનામાં વિરોધ પક્ષોની પ્રસ્તાવિત બેઠકના બે દિવસ પહેલા આવી છે. 23 જૂને પટનામાં 17 વિપક્ષી પાર્ટીઓનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે.