Board Exam/ ચૂંટણીની આચારસંહિતાની અસર બોર્ડની પરીક્ષા પર ન થાય તે જુઓઃ ડિંડોર

રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે ગુરુવારે સત્તાવાળાઓને સૂચના આપી હતી કે આગામી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થવાથી GSHSEB ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને અસર ન થાય . મંત્રીએ ગુરુવારે એક સમીક્ષા બેઠક યોજી હતી જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને અન્ય સ્થાનિક સત્તાવાળાઓના અધિકારીઓએ હાજરી આપી હતી.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 03 01T152931.357 ચૂંટણીની આચારસંહિતાની અસર બોર્ડની પરીક્ષા પર ન થાય તે જુઓઃ ડિંડોર

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે (Kuber Dindor) ગુરુવારે સત્તાવાળાઓને સૂચના આપી હતી કે આગામી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થવાથી GSHSEB ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને અસર ન થાય. મંત્રીએ ગુરુવારે એક સમીક્ષા બેઠક યોજી હતી જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને અન્ય સ્થાનિક સત્તાવાળાઓના અધિકારીઓએ હાજરી આપી હતી.

તેમણે કહ્યું કે ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે અને બોર્ડની પરીક્ષાઓ સાથે સુસંગત હોઈ શકે તેવી આચારસંહિતા લાગુ કરવામાં આવશે. તેમણે બોર્ડને પરીક્ષાને લગતી તમામ સૂચનાઓ શક્ય તેટલી વહેલી તકે બહાર પાડવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દસમા અને બારમા ધોરણની પરીક્ષા 12થી 26 માર્ચ દરમિયાન ચાલવાની છે. આ પહેલા ચૂંટણીપંચ આગામી લોકસભા ચૂંટણી માટેની માર્ગદર્શિકા જાહેર કરે તેમ માનવામાં આવે છે.

લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવ્યા પછી કેટલાય સરકારી કામોને બ્રેક વાગી જતાં હોય છે. કેટલાય ચાલતા કામ થંભાવી દેવા પડે છે અને કેટલાય મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ કે યોજનાઓ આચારસંહિતાના લીધે શરૂ કરી શકાતી નથી. આ સંજોગોમાં બોર્ડ દ્વારા જાહેર થઈ ચૂકેલી દસમાઅને બારમા ધોરણના બોર્ડની પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે અને તે સુચારુ રીતે લેવાય તે માટે ડિંડોરે આ સૂચના આપી છે. આના પગલે તંત્રમાં પણ ધમધમાટ વધ્યો છે. બોર્ડે પણ તેના માટે અત્યારથી જ તકેદારી લેવાનો પ્રારંભ કરી દીધો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ