Not Set/ ચોમાસા ની સિઝનમાં ફેલાતો લેપ્ટોસ્પાઈરોસીસ રોગને ને લીધે એક વ્યકિતનુ મોત થતા ચકચાર

રાજયભરમાં સ્વાઈન ફલૂના રોગે દેખા દીઘી છે…ત્યારે ચોમાસીની સિઝનમાં ફેલાતો લેપ્ટોસ્પાઈરોસીસ રોગને લઈ બાયડના ઇન્દ્રાણાના રણજીત પ્રતાપભાઈનું મોત થતા ચકચાર મચી જવા પામી છે…જો કે રોગના લક્ષણ દેખાતા તેઓ સુરતની હોસ્પિટલમાં દાખલ થયા હતા..જયાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે…મહત્વનું છે કે લેપ્‍ટોસ્‍પાઈરોસીસએ લેપ્‍ટોસ્‍પાયરા નામના બેક્‍ટેરીયાથી થતો ચેપી રોગ […]

Gujarat
leptospirosis rappler 2013 ચોમાસા ની સિઝનમાં ફેલાતો લેપ્ટોસ્પાઈરોસીસ રોગને ને લીધે એક વ્યકિતનુ મોત થતા ચકચાર

રાજયભરમાં સ્વાઈન ફલૂના રોગે દેખા દીઘી છે…ત્યારે ચોમાસીની સિઝનમાં ફેલાતો લેપ્ટોસ્પાઈરોસીસ રોગને લઈ બાયડના ઇન્દ્રાણાના રણજીત પ્રતાપભાઈનું મોત થતા ચકચાર મચી જવા પામી છે…જો કે રોગના લક્ષણ દેખાતા તેઓ સુરતની હોસ્પિટલમાં દાખલ થયા હતા..જયાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે…મહત્વનું છે કે લેપ્‍ટોસ્‍પાઈરોસીસએ લેપ્‍ટોસ્‍પાયરા નામના બેક્‍ટેરીયાથી થતો ચેપી રોગ છે. લેપ્‍ટોસ્‍ટાઈરોસીસમાં જીવાણુ ઘણા પ્રકારના હોય છે. આ જીવાણુ પશુ અને માણસ બંનેમાં રોગ કરે છે અને પશુમાંથી મનુષ્‍યમાં તે લાગે છે.
લેપ્‍ટોસ્‍પાઇરોસીસ ચેપનો ફેલાવો સામાન્‍ય રીતે ઉંદરથી થાય છે. ઉંદરના મુત્રપિંડમાં અસંખ્‍ય લેપ્‍ટોસ્‍પાયરાના જીવાણુ રહેતા હોય છે. જે ઉંદરને કોઈ નુક્‍શાન નથી પહોંચાડતા પણ તેના પેશાબ દ્વારા બહારના વાતાવરણમાં ભળે છે. આ ઉપરાંત જેને લેપ્‍ટોસ્‍પાઇરોસીસનો ચેપ લાગ્‍યો હોય તેવા ગાય, ભેંસ, કુતરા અને બિલાડીના મુત્રપિંડમાં પણ આ જંતુ હોય છે. જે પેશાબ મારફતે આશરે 1 થી 3 મહિના સુધી નીકળે છે. આથી ઢોરના કોઢારમાં કામ કરનારામાં , ભાત, શેરડીના ખેતરમાં જ્‍યાં પાણીનો ભરાવો વધુ હોય તેવા લોકોમાં વધુ જોવા મળે છે.