Not Set/ રાજયમાં દારૂબંધીની બુમરાણ વચ્ચે 19 હોટલોએ માંગી દારૂ વેચવાની પરવાનગી

વાયબ્રન્ટ સમિટ-2019ને લઈને રાજ્યભરમાં ધમધમાટ શરુ થઇ ચુક્યો છે. આ ધમધમાટ વચ્ચે અમદાવાદ સહીત રાજ્યની 19 હોટલો અને રિસોર્ટએ વિદેશથી આવતા સહેલાણીઓની આગતા સ્વાગતા માટે વિદેશી દારૂ વેચવાનું લાયસન્સ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અરજીઓને પરવાનગી આપી દેવામાં આવી છે. અને ગૃહ મંત્રાલયની અરજી મેળવવી પડશે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં […]

Top Stories Ahmedabad Gujarat
Glasshalfull 6379 રાજયમાં દારૂબંધીની બુમરાણ વચ્ચે 19 હોટલોએ માંગી દારૂ વેચવાની પરવાનગી

વાયબ્રન્ટ સમિટ-2019ને લઈને રાજ્યભરમાં ધમધમાટ શરુ થઇ ચુક્યો છે. આ ધમધમાટ વચ્ચે અમદાવાદ સહીત રાજ્યની 19 હોટલો અને રિસોર્ટએ વિદેશથી આવતા સહેલાણીઓની આગતા સ્વાગતા માટે વિદેશી દારૂ વેચવાનું લાયસન્સ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અરજીઓને પરવાનગી આપી દેવામાં આવી છે. અને ગૃહ મંત્રાલયની અરજી મેળવવી પડશે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્રવાસનના નામે દારૂ વેચવાની પરવાનગી આપવી એ કેટલું યોગ્ય છે તે જોવું રહ્યું.

મહત્વનું છે કે, અમદાવાદમાં 2014માં ફક્ત 5 હોટલ પાસે દારૂ વેચવાની પરવાનગી હતી. જે હાલ 12થી વધારે હોટલો પાસે છે.

આ હોટલોએ માંગી દારૂ વેચવાની પરવાનગી :-

  1. પ્રાઇડ હોટલ, અમદાવાદ
  2. એવલોન હોટલ, અમદાવાદ
  3. કમ્ફર્ટ હોસ્પિટાલિટી પ્રા. લિ., અમદાવાદ

4. રેડિસન હોટલ, અમદાવાદ
5. ક્લાઉડ હોટલ, અમદાવાદ
6. ગ્રાન્ડ સેવન ક્લબ, અમદાવાદ
7. ક્રાઉન પ્લાઝા, અમદાવાદ
8. હોટલ ફોર્ચ્યુન લેન્ડમાર્ક
9. સ્ટોકહેમ, સાણંદ, અમદાવાદ
10. ધ ફર્ન, અમદાવાદ
11. હયાત રેજન્સી, અમદાવાદ
12. હોટલ સિલ્વર ક્લાઉડ, અમદાવાદ
13. અખિલ પેલેસ હોટલ, ગાંધીધામ
14. હોટલ શિલ્પી હિલ રિસોર્ટ, સાપુતારા
15. આકાર હોટલ, સાપુતારા
16. શિવનોટિકા, મુંદ્રા, કચ્છ
17. અમિધારા રિસોર્ટ, જૂનાગઢ
18. સરોવર પોર્ટિકા, ભાવનગર