Not Set/ અરવલ્લી: એક અઠવાડિયાથી ખરીદેલી મગફળી ખુલ્લામાં રામભરોસે

અરવલ્લી, માલપુર મગફળી કેન્દ્રમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની જાણે કોઈને કઈ કદર જ ના હોય એવી રીતે જેમ તેમ હાલતમાં પડી છે. ત્યારે માલપુર કેન્દ્રમાં ખરીદેલી મગફળીની બોરીઓના ખુલ્લામાં ઢગ ખડકાયા છે. એક અઠવાડિયાથી ખરીદેલી મગફળી ખુલ્લામાં રામ ભરોસે પડી રહી છે. લગભગ 4000 કરતાં વધુ મગફળીની બોરીઓ ખુલ્લાંમાં પડી રહી છે કારણ કે ખરીદેલી […]

Top Stories Gujarat Others Videos
mantavya 193 અરવલ્લી: એક અઠવાડિયાથી ખરીદેલી મગફળી ખુલ્લામાં રામભરોસે

અરવલ્લી,

માલપુર મગફળી કેન્દ્રમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની જાણે કોઈને કઈ કદર જ ના હોય એવી રીતે જેમ તેમ હાલતમાં પડી છે. ત્યારે માલપુર કેન્દ્રમાં ખરીદેલી મગફળીની બોરીઓના ખુલ્લામાં ઢગ ખડકાયા છે. એક અઠવાડિયાથી ખરીદેલી મગફળી ખુલ્લામાં રામ ભરોસે પડી રહી છે.

લગભગ 4000 કરતાં વધુ મગફળીની બોરીઓ ખુલ્લાંમાં પડી રહી છે કારણ કે ખરીદેલી મગફળીને રાખવાની માલપુર કેન્દ્રમાં કોઇ વ્યવસ્થ જ કરવામાં નથી આવી.

બારદાન હલકી ગુણવત્તાને લઈને મગફળીનો બોરીમાંથી વ્યય થઈ રહ્યો છે. માલપુર મગફળી કેન્દ્રમાં માત્ર 8 ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા. જયારે મગફળી ખરીદ કેન્દ્રમાં 25 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.