દુર્ઘટના ટળી/ લખનઉ એરપોર્ટ પરથી ઉડાન ભરતા જ વિમાન સાથે અથડાયું પક્ષી, 180 મુસાફરોનો આબાદ બચાવ

એર એશિયાની લખનઉ-કોલકાતા ફ્લાઈટ રનવે પર ટેકઓફ કરતી વખતે તેના બીજા એન્જિન સાથે પક્ષી અથડાયું હતું. પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને વિમાનને રોક્યું.

Top Stories India
વિમાન

લખનઉ એરપોર્ટ પરથી ઉડાન ભરતાં જ પક્ષી વિમાન સાથે અથડાયું હતું. જોકે, પાયલટની કુશળતાના કારણે પ્લેન ક્રેશ થતા બચી ગયું હતું. પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું. દુર્ઘટના સમયે વિમાનમાં 180 મુસાફરો સવાર હતા. રાજધાની લખનઉના એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી.

એર એશિયાની લખનઉ-કોલકાતા ફ્લાઈટ રનવે પર ટેકઓફ કરતી વખતે તેના બીજા એન્જિન સાથે પક્ષી અથડાયું હતું. પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને વિમાન ને રોક્યું. તે સમયે એરક્રાફ્ટના એન્જિન સંપૂર્ણ પાવર પર કામ કરતા હતા. વિમાનમાં 180 મુસાફરો સવાર હતા. આ મુસાફરોને એરપોર્ટ પરત મોકલી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ફ્લાઈટ નંબર I5- 319 કોલકાતા જવા માટે રનવે પર હતી. ટેક ઓફની થોડી જ સેકન્ડો પહેલા એક પક્ષી અથડાયો હતો. આ ઘટના સવારે 10.50 કલાકે બની હતી. બર્ડ હિટના સમાચાર મળતા જ મુસાફરોને એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યા હતા.

એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં ક્રૂ સહિત 180થી વધુ મુસાફરો હતા. જ્યારે પક્ષી વિમાન સાથે અથડાય છે ત્યારે એન્જિનમાં આગ લાગવાનો ભય રહે છે. આવા સમયે પાયલોટે સમજદારી બતાવીને ઈમરજન્સી બ્રેક લગાવી.

આ પણ વાંચો:ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર ઘાતક હુમલો, પોલીસ અધિકારીએ તેમને છાતીમાં મારી ગોળી: સ્થિતિ ગંભીર

આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક પેપર લીક અંગે સરકાર એક્શનમાં, સરકાર લાવી શકે છે કાયદો

આ પણ વાંચો:આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું : અમિત ચાવડા

આ પણ વાંચો:વર્ષના પ્રથમ ‘મન કી બાત’માં PM મોદીએ કહ્યું- આપણે સ્વભાવે લોકશાહી સમાજ છીએ

આ પણ વાંચો:પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ખીણમાં પડી બસ, 39 લોકોના મોત