bengal/ જે.પી નડ્ડાના કાફલા પર થયો હુમલો, કહ્યું – હું સલામત છું કારણ કે મારી પાસે…

પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે હું આજે અહીં આવ્યો છું,રસ્તામાં મને જે દ્રશ્ય જોવા મળ્યું, તે જણાવે છે કે બંગાળ મમતાજીના શાસનમાં અરાજકતા અને અસહિષ્ણુતાનો પર્યાય બની ગયો છે.

Top Stories India
a 150 જે.પી નડ્ડાના કાફલા પર થયો હુમલો, કહ્યું - હું સલામત છું કારણ કે મારી પાસે...

પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે હું આજે અહીં આવ્યો છું,રસ્તામાં મને જે દ્રશ્ય જોવા મળ્યું, તે જણાવે છે કે બંગાળ મમતાજીના શાસનમાં અરાજકતા અને અસહિષ્ણુતાનો પર્યાય બની ગયો છે. હું માતા દુર્ગાના આશીર્વાદ લઈને આવ્યો છું. આપને જણાવી દઈએ કે વિરોધીઓએ જે.પી નડ્ડાના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.

દક્ષિણ 24 પરગણામાં એક સભાને સંબોધન કરતા જે.પી નડ્ડાએ કહ્યું કે હું સલામત છું કારણ કે મારી પાસે બુલેટ પ્રૂફ ગાડી હતી. નહિંતર, આજે કોઈ એવી ગાડી ન હતી, જેના પર હુમલો ન થયો હોય. આ ગુંડારાજને ખત્મ કરીને લોકશાહીને આગળ વધારવી પડશે. તેમણે કહ્યું કે ટીએમસીના કાર્યકરો અને તેમના ગુંડાઓએ લોકશાહીનું ગળુ દબાવવામાં કોઈ કસર છોડી નથી. આ અરાજકતા લાંબી ચાલશે નહીં, મમતાજીની સરકાર અહીંથી વિદાય લેશે, અને બંગાળમાં કમળ ખીલવાનું છે.

નોંધપાત્ર વાત એ છે કે, આજે સવારે બંગાળ ભાજપે જેપી નડ્ડાની સુરક્ષાની ચિંતા કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને એક પત્ર લખ્યો હતો. પાર્ટીએ પશ્ચિમ બંગાળ પોલીસ પર રાષ્ટ્રીય અધ્યક્ષની સુરક્ષા કરવામાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો. એવા અહેવાલો આવી રહ્યા છે કે ગૃહ મંત્રાલયે ભાજપના આક્ષેપો અંગે પશ્ચિમ બંગાળ પોલીસ પાસે જવાબ માંગ્યો છે.

તેમણે કહ્યું કે બંગાળ સંસ્કૃતિ, સભ્યતા માટે જાણીતું છે, પરંતુ મમતા બેનર્જીએ જે પ્રકારનાં કૃત્યો કર્યા છે, જે રીતે તે સરકાર ચલાવી રહ્યા છે, તેમણે આજે ​​બંગાળને નીચે લાવવાનું કામ કર્યું છે. આપણે ફરીથી બંગાળ ઉપર ઉઠાવવું પડશે અને સોનાર બંગાળ બનાવવું પડશે.

જાણો,ભાજપના નેતાઓએ શું કહ્યું

ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું કે અમારા પર પથ્થરમારો થવાને કારણે અમને ઈજા પહોંચી છે. આ અરાજકતાની હદ છે. હું બંગાળના લોકોને પૂછવા માંગુ છું, શું બંગાળના રાજકીય પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું આ રીતે સ્વાગત છે? લોકોએ આ દિશામાં નિર્ણય લેવો જોઈએ કે આપણે ક્યાં સુધી બંગાળની સંસ્કૃતિનું અપમાન કરીશું.

બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું કે ભારતીય રાજકારણના ઇતિહાસમાં આજનો દિવસ એક અંધકારમય દિવસ છે. પશ્ચિમ બંગાળમાં મીડિયા પણ સલામત નથી.

જાણો, શું થયું હતું  

બંગાળના પ્રવાસે ગયેલા ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડાના કાફલો પર વિરોધીઓએ પથ્થરમારો પણ કર્યો હતો.

BJP અધ્યક્ષ જે.પી નડ્ડાના કાફલા પર થયો પથ્થરમારો, માંડ-માંડ બચ્યા વિજયવર્ગીય

તાપી નદીના કિનારે તરતા જોવા મળ્યા ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ, જાણો સમગ્ર ઘટના

લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ટાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

રામોલમાં અસામાજીક તત્વોનો ફરી આતંક, જુઓ વિડિયો

આત્મીય હોસ્પિટલ કરાઈ સીલ, કોરોના પ્રોટોકોલનું પાલન ન કરવા પર કાર્યવાહી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…