Not Set/ સગીર વયના દોહિત્રને બાઇક ચલાવવા આપતા વૃદ્ધને કોર્ટે ૧૧ દિન કેદની સજા ફટકારી

વાંસદા, વાંસદાના તાલુકાના ભીનાર ગામના એક વૃધ્ધે પોતાની માલિકીની બાઈક સગીર દોહિત્રને આપતા પૌત્રએ સામે આવતી બાઈક સાથે અથડાવી દેતા બાઈકચાલકનું મોત થયું હતું. આ કેસમાં કોર્ટે સગીર પૌત્રને બાઈક આપનાર માલિકને ૧૧ દિવસની સાદી કેદની સજા આપી સમાજમાં એક ઉદાહરણ રૃપ દાખલો બેસાડયો હતો. વાંસદા તાલુકાના ભીનાર ગામના પાટી ફળિયામાં રહેતા શંકરભાઈ ખુશાલભાઈ પટેલે […]

Top Stories Gujarat Others
54949462 સગીર વયના દોહિત્રને બાઇક ચલાવવા આપતા વૃદ્ધને કોર્ટે ૧૧ દિન કેદની સજા ફટકારી

વાંસદા,

વાંસદાના તાલુકાના ભીનાર ગામના એક વૃધ્ધે પોતાની માલિકીની બાઈક સગીર દોહિત્રને આપતા પૌત્રએ સામે આવતી બાઈક સાથે અથડાવી દેતા બાઈકચાલકનું મોત થયું હતું. આ કેસમાં કોર્ટે સગીર પૌત્રને બાઈક આપનાર માલિકને ૧૧ દિવસની સાદી કેદની સજા આપી સમાજમાં એક ઉદાહરણ રૃપ દાખલો બેસાડયો હતો.

વાંસદા તાલુકાના ભીનાર ગામના પાટી ફળિયામાં રહેતા શંકરભાઈ ખુશાલભાઈ પટેલે પોતાની માલિકીની બાઈક હીરો હોન્ડા (નં. જીજે-૨૧- બીજી-૩૯૬૭) પોતાના સગીર વયના દોહિત્ર (પુત્રીના પુત્ર) ને તા. ૨૭-૬-૨૦૧૮ નાં રોજ આપી હતી. તે ભીનાર ડુંગરી ફળિયાના જાહેર રોડ પરથી બાઈક ચલાવી જઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવતી બાઈક (નં. જી.ઈ. ડબલ્યુ- ૫૯૯૫) ના ચાલક જીતેન્દ્ર દલુભાઈ ધો. પટેલ સાથે અથડાતા જીતેન્દ્રભાઈનું મોત થયું હતું. જેની ફરિયાદ રવિન્દ્ર બાબુભાઈ ધો. પટેલે આપતા વાંસદા પોલીસમથકે ગુનો નોંધાયો હતો.

જેની એફ.આઈ.આર. વાંસદા કોર્ટમાં રજૂ કરતા સગીર વયના બાળક પાસે બાઈક ચલાવવા માટેનું લાયસન્સ ન હોય તથા સ્વૈચ્છિક ગુનો કબૂલ કરતા વાંસદા કોર્ટના જજ જી.એલ. પરીખે મોટર વ્હીકલ એક્ટની કલમ ૫,૧૮૦ મુજબ ગુનાના કામે બાઈકના માલિકને સાદી કેદની સજા તથા રૃ. ૧૦૦૦ નો દંડ અને જો દંડ ના ભરે તો એક દિવસની સાદી કેદની સજાનો હુકમ કરી સમાજમાં ઉદાહરણરૃપ દાખલો બેસાડયો હતો.