Bharuch/ અનોખી રીતે વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરતી મહિલા કાર્યકર્તા

અનોખી રીતે વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરતી મહિલા કાર્યકર્તા

Gujarat Others Trending
accident 3 અનોખી રીતે વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરતી મહિલા કાર્યકર્તા

@મુનીર પઠાણ, ભરૂચ.

“અઢી અક્ષર પ્રેમના” , પ્રેમના સ્વરૂપ ઘણા છે, ભાઈ બહેનનો,માતા પિતા પ્રત્યે,મિત્રો સાથેની લાગણી, તેમજ પ્રેમી પખીડાઓ માટેના વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાભરના નવયુવાનો આખું વર્ષ આ દિવસની (વેલેન્ટાઇન ડે)રાહ જોતા હોય છે. અને પોતાના મનના માણીગર સામે પ્રેમનો એકરાર કરવા આતુર હોય છે. આજકાલ તો નવયુવાનની સાથે દરેક ઉમરના લોકો આ દિવસ ઉજવવા આતુર હોય છે. પરંતુ એક મહિલા કાર્યકરે અનોખી  રીતે આ પ્રેમના પવન દિવસની ઉજવણી કરી છે.

આમ તો હવે ભારતમાં પશ્ચિમના દરેક દિવસની ઉજવણી કરવામાં આવે છે,મધર્સ ડે, ફાધર્સ ડે, ચોકલેટ ડે,મહિલા દિવસ વિગેરે પરંતુ વેલેન્ટાઇન ડે ખાસ હોય છે.

ભરૂચના એક મહિલા સોશિયલ વર્કર બહેને આ દિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. પ્રેમના પ્રતિક એવા આ દિવસે તેમને પ્રેમના ખરા હક્કદાર એવા સમાજના તરછોડાયેલા વડીલો સાથે આ દિવસની ઉજવણી કરી હતી.  ધ્વનિ મુકબધીર શાળાના શિક્ષક ગીતાબેન દ્વારા વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરી હતી. પહેલા તો ધાવણી બેને મુકબધીર શાળાના મુખ્ય ટ્રસ્ટી પુષ્પાબેન પટેલની આરતી ઉતારી તેમની ચરણ વંદન કર્યા હતા. અને ત્યારબાદ વડીલોના ઘર ખાતે પહોંચી વડીલોની સેવા કરી વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરી વડીલને  પ્રેમના દર્શન કરાવ્યા હતા.

Jammu / પુલવામા એટેકની બીજી વરસી ઉપર ફરી દહેશત ફેલાવવાનું પાક.નું હતું કાવતરું, પોલીસનો મોટો ખુલાસો

Political / એકવાર ફરી નજરકેદ કરવામાં આવ્યા ઉમર અબ્દુલ્લા, ટ્વીટ કરી આપી જાણકારી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ