ગુજરાતમાં દરિયા કિનારાથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
3100 કિલો ડ્રગ્સનો જથ્થા સાથે ચાર લોકો પકડાયા
નેવી, NCB અને ગુજરાત ATSની ટીમનુ સંયુક્ત ઓપરેશન
દરિયા કિનારામાંથી રૂપિયા 1000 કરોડનું હશીસ ઝડપાયું
ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. રાજ્યના દરિયા માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનો સિલસિલો અવિરત રીતે ચાલું છે. નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોરબંદરના મધદરિયામાંથી 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડ્રગ્સ સાથે 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પાકિસ્તાનમાંથી ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ ફરી એકવાર નિષ્ફળ થયો છે. નેવી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનના લીધે આ જથ્થો ઝડપાયો છે.
નોંધનીય છે કે માહિતીના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો,ઇન્ડિયન નેવી,કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ હતું. ડ્રગ્સની સાથે પાંચ ખલાસીઓને પણ ઝડપી પાડ્યા છે. ખલાસીઓ પાસેથી સેટેલાઇટ ફોન અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આી છે.પકડાયેલા ખલાસીઓ કયાં દેશના છે તે તપાસ બાદ ખબર પડશે, હાલ સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે.