તપાસ/ CBI સુશાંત સિંહના ડિલીટ કરાયેલા ચેટ-ઇમેલની પણ તપાસ કરશે,અમેરિકાની માંગી મદદ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ડિલીટ કરવામાં આવેલ ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે યુએસની મદદ માંગી છે.

Top Stories Entertainment
sushat sing CBI સુશાંત સિંહના ડિલીટ કરાયેલા ચેટ-ઇમેલની પણ તપાસ કરશે,અમેરિકાની માંગી મદદ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઔપચારિક રીતે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ડિલીટ કરવામાં આવેલ ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે યુએસની મદદ માંગી છે. CBI તપાસ કરવા માંગે છે કે શું ક્યારેય એવું કંઈ બન્યું છે જે 14મી જૂન 2020 એટલે કે જે દિવસે સુશાંત સિંહ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો .કેસ મામલે સંબધઇત છે તે અંગે તપાસ કરવામાં આવશે.

CBI દ્વારા કેલિફોર્નિયા સ્થિત Google અને Facebook પાસેથી MLAT એટલે કે પરસ્પર કાનૂની સહાયતા સંધિ હેઠળ આ માહિતી માંગવામાં આવી છે. બંને કંપનીઓ પાસેથી ડિલીટ કરાયેલા મેઈલ અને ચેટની તમામ માહિતી માંગવામાં આવી છે.

ભારત અને અમેરિકા વચ્ચે એમએલએટી છે જેના હેઠળ બંને પક્ષો ઘરેલું મામલાની તપાસમાં માહિતી મેળવી શકે છે. ભારતમાં, ગૃહ મંત્રાલય એમએલએટી હેઠળ કોઈપણ માહિતી મોકલવા અથવા પ્રાપ્ત કરવા માટેનું કેન્દ્ર છે, જ્યારે અમેરિકામાં આવી માહિતી એટર્ની જનરલની ઑફિસમાંથી પ્રાપ્ત થાય છે.

નામ ન આપવાની શરતે એક અધિકારીએ કહ્યું, “અમે કેસના નિષ્કર્ષ પર આવતા પહેલા કોઈપણ પાસાને છોડી દેવા માંગતા નથી. અમે જાણવા માંગીએ છીએ કે શું કોઈ ડિલીટ કરેલી ચેટ અથવા પોસ્ટ છે જે આ કિસ્સામાં મદદરૂપ થઈ શકે છે.

આનો અર્થ એ છે કે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ પૂર્ણ કરવામાં થોડો વધુ સમય લાગી શકે છે કારણ કે MLAT હેઠળ માહિતી મેળવવામાં ઘણો સમય લાગે છે. સુશાંત સિંહના પરિવારના વકીલ વિકાસ સિંહે સીબીઆઈના પ્રયાસની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેઓ આનાથી આશ્ચર્યચકિત નથી કારણ કે એજન્સી દરેક પાસાઓ પર તપાસ કરવા માંગે છે. તેણે કહ્યું કે સુશાંત કેસમાં ઘણા રહસ્યો છે કારણ કે તેનો કોઈ સાક્ષી નથી.

સુશાંત સિંહ રાજપૂત ગયા વર્ષે 14 જૂનના રોજ મુંબઈમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી, તેના ભાઈ અને માતા-પિતા વિરુદ્ધ પટના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.