ભાવ વધારો/ ક્રૂડ ઓઈલના ભાવ 9 વર્ષની ટોચે, ક્રૂડ 118 ડોલર પ્રતિ બેરલ,દેશમાં પેટ્રોલ મોંઘુ થવાની પ્રબળ સંભાવના

રશિયા અને યુક્રેનના યુદ્વની સીધી અસર ક્રૂડના ભાવ પર પડી છે,  ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે વધારો થયો  છે અને તેની કિંમતો સતત નવા રેકોર્ડ સ્તરે જઈ રહી છે.

Top Stories India
2 2 ક્રૂડ ઓઈલના ભાવ 9 વર્ષની ટોચે, ક્રૂડ 118 ડોલર પ્રતિ બેરલ,દેશમાં પેટ્રોલ મોંઘુ થવાની પ્રબળ સંભાવના

રશિયા અને યુક્રેનના યુદ્વની સીધી અસર ક્રૂડના ભાવ પર પડી છે,  ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે વધારો થયો  છે અને તેની કિંમતો સતત નવા રેકોર્ડ સ્તરે જઈ રહી છે. આજે કાચા તેલની કિંમત 9 વર્ષથી વધુની ઊંચાઈએ પહોંચી ગઈ છે. ફેબ્રુઆરી 2013 પછી પહેલીવાર બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 118 ડોલરના સ્તરે પહોંચી છે.

બ્રેન્ટ ક્રૂડ 118 ડોલરે પહોંચી ગયું છે
યુક્રેન પર રશિયાના હુમલાથી સ્થિતિ વધુ વણસી છે, અમેરિકા સહિત અન્ય મોટા દેશોની સરકારોની વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ છોડવાની પ્રતિબદ્ધતા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $118 પર પહોંચી ગઈ છે. યુદ્ધનો ભય વધુ ઘેરો બન્યા પછી પણ, બ્રેન્ટ ક્રૂડ શેર અને અન્ય બજારોમાં એક દિવસ અગાઉની સરખામણીમાં $5.43 વધીને $113.40 પર પહોંચી ગયું છે. જ્યારે US S&P 500 શરૂઆતના વેપારમાં 0.9 ટકા ઉપર હતો.

ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવા તૈયાર છે
ફેડરલ રિઝર્વના ચીફ જેરોમ પોવેલે કોંગ્રેસ સમક્ષ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ સેન્ટ્રલ બેંક આ મહિને વ્યાજ દરો વધારવા માટે તૈયાર છે. 2018 પછી વ્યાજ દરમાં આ પ્રથમ વધારો હશે. આ સમાચારોને કારણે ગઈ કાલે યુએસ માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો અને

સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી તેલ છોડવાના સમાચારની પણ કોઈ અસર નથી
આ પહેલા મંગળવારે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ના તમામ 31 સભ્ય દેશો તેમના વ્યૂહાત્મક ભંડારમાંથી 60 મિલિયન બેરલ તેલ છોડવા માટે સંમત થયા હતા. યુક્રેન પર રશિયાના હુમલાને કારણે તેલના પુરવઠામાં કોઈ કમી નહીં રહે તેવો સંકેત ઓઈલ માર્કેટને આપવા માટે તેણે આ પગલું ભર્યું હતું. જો કે, આ પગલાથી તેલના બીજા સૌથી મોટા નિકાસકાર રશિયા તરફથી પુરવઠામાં વિક્ષેપ અંગેની ચિંતાઓ પણ ઓછી થઈ નથી.