Not Set/ વર્લ્ડકપ 2022 નું શેડ્યૂલ જાહેર, પાકિસ્તાન વિરુદ્ધ રમાશે ભારતની પ્રથમ મેચ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2022નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ન્યૂઝીલેન્ડમાં યોજાનાર મહિલા ODI વર્લ્ડકપની પ્રથમ મેચ યજમાન ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાશે.

Top Stories Sports
વર્લ્ડકપ 2022 શેડ્યુલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2022નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ન્યૂઝીલેન્ડમાં યોજાનાર મહિલા ODI વર્લ્ડકપની પ્રથમ મેચ યજમાન ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાશે. ભારતીય ટીમ કેપ્ટન મિતાલી રાજનાં નેતૃત્વમાં આ વર્લ્ડકપમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 6 માર્ચે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે વર્લ્ડકપનું લેટેસ્ટ શેડ્યૂલ જાહેર કર્યું છે.

આ પણ વાંચો – Cricket / સ્ટેડિયમમાં બેઠેલા દર્શકનાં માથા પર વાગ્યો બોલ અને પછી થયુ કઇંક આવુ, Video

31 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 31 મેચો રમાશે જેમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ સેમિફાઇનલ 30 માર્ચે વેલિંગ્ટનમાં રમાશે. 31 માર્ચે બીજી સેમી ફાઈનલ ક્રાઈસ્ટચર્ચ ગ્રાઉન્ડ પર રમાશે. જ્યારે ફાઈનલ મેચ 3 એપ્રિલે રમાશે. જણાવી દઇએ કે, જે સપનું આપણા પુરૂષ ક્રિકેટરો પૂરા નથી કરી શક્યા તે હવે મહિલા ક્રિકેટરો કરશે, જી હા તે સપનું ભારતમાં વર્લ્ડકપ લાવવાનું છે. વાસ્તવમાં ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ (વર્લ્ડ કપ 2022)ની તારીખ નક્કી કરી દીધી છે. અને આ તારીખે તે શાનદાર મેચ પણ છે જેના માટે આપણે બધા ભારતીય ICC ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છીએ. અહી અમે પાકિસ્તાન સાથેની મેચની વાત કરી રહ્યા છીએ. વર્લ્ડકપ 4 માર્ચથી શરૂ થશે. અને ફાઈનલ 3 એપ્રિલે રમાશે. શેડ્યૂલ અનુસાર, ભારત તેના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની પહેલી જ મેચથી કરશે. આવું જ આપણે પુરુષોનાં T20 વર્લ્ડકપ 2021માં જોયું હતું, જ્યાં પુરુષોની ટીમે પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચની શરૂઆત કરી હતી. જેમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું હતુ, પાકિસ્તાનની ટીમે 10 વિકેટે જીત મેળવી હતી. હવે મહિલા ક્રિકેટરો પોતાની રમતનો બદલો લેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પુરૂષ ટીમની જેમ ભૂલો કર્યા વિના મહિલા ભારતીય ટીમ પાકિસ્તાનને સરળતાથી હરાવશે.

આ પણ વાંચો – વિરાટ v/s રોહિત / વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેના સંઘર્ષથી BCCI  પરેશાન, કેપ્ટનશિપનો નવો વિકલ્પ શોધી રહી છે

જો ટૂર્નામેન્ટની વાત કરીએ તો તેમાં 8 ટીમો સામેલ થશે. સમગ્ર વર્લ્ડકપમાં 31 મેચો રમાશે. એટલે કે તમામ ટીમો પોતાની વચ્ચે એક-એક મેચ રમશે. ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં જશે. અને ટોચની બે ટીમો વચ્ચે ફાઈનલનો જંગ ખેલાશે. મેન્સ વર્લ્ડકપમાં જે ગ્રુપ ફોર્મેટ બનાવવામાં આવે છે તે આ વર્લ્ડકપમાં નહીં હોય. હવે જો એન્ટ્રીની વાત કરીએ તો ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સીધા જ વર્લ્ડકપમાં પહોંચી ગયા છે. અને ત્યાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ ક્વોલિફાયર રમીને આવ્યા છે. તમારા કેલેન્ડરમાં 6 માર્ચની તારીખ સાચવો. કારણ કે આ દિવસે ફરી એકવાર બે દેશોની નજર ક્રિકેટનાં મેદાન પર જોવા મળશે.