Kamalnath/ કમલનાથને મંદિરના આકારની કેક કાપવું ભારે પડ્યુંઃ સર્જાયો મોટો વિવાદ

કોંગ્રેસના મધ્યપ્રદેશ એકમના પ્રમુખ કમલનાથને જન્મદિને મંદિરના આકારની કેક કાપવી ભારે પડી ગઈ છે. કમલનાથે મંદિરના આકારની કાપેલી કેકના લીધે ભાજપ પાસે બહુ મોટો મુદ્દો હાથમાં આવી ગયો છે.

Top Stories India
kamal nath cake કમલનાથને મંદિરના આકારની કેક કાપવું ભારે પડ્યુંઃ સર્જાયો મોટો વિવાદ

કોંગ્રેસના (Congress) મધ્યપ્રદેશ એકમના પ્રમુખ કમલનાથને (Kamalnath) જન્મદિને મંદિરના આકારની કેક (Temple shape cake) કાપવી ભારે પડી ગઈ છે. કમલનાથે મંદિરના આકારની કાપેલી કેકના લીધે ભાજપ (BJP) પાસે બહુ મોટો મુદ્દો હાથમાં આવી ગયો છે. ભાજપના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (Shivrajsingh chauhan)કમલનાથની આ પ્રકારની ઉજવણીને હિંદુ ધર્મનું ચોખ્ખુ અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હિંદુઓનું અપમાન કરવું અને તેઓને નીચું દેખાડવું તે કોંગ્રેસના જીન્સમાં છે. આટલા પરાજયો પછી પણ કોંગ્રેસ હજી આ પ્રકારની માનસિકતામાંથી બહાર આવી નથી. સોશિયલ મીડિયા પર આને લઈને લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

આશ્ચર્યની વાત તો એ છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસ પાછી આ વિડીયોનું શેરિંગ કરે છે અને તેને ફોરવર્ડ પણ કરે છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો આગની જેમ ફરી વળ્યો છે. કોંગ્રેસના આ પ્રકારના વલણની જ્વાળા ચોક્કસપણે તેને આગામી ચૂંટણીમાં દઝાડશે તેમ માનવામાં આવી રહ્યું છે.

વિડીયોમાં પોતાને હનુમાનના ભક્ત ગણાવતા કમલનાથ કેક સાથે જોવા મળે છે.મંગળવારે સાંજે છિંદવાડામાં પૂર્વ મુખ્યમંત્રીના આવાસ પર ઉજવણી કરવામાં આવી હતી. , આ મામલે કોંગ્રેસે કહ્યું કે આ કેક તેમના સમર્થકો દ્વારા છિંદવાડાથી લાવવામાં આવી હતી જેઓ તેમના નેતાનો જન્મદિવસ અગાઉ ઉજવવા માંગતા હતા. આ કેક કમલનાથ દ્વારા બનાવવામાં આવેલા 121 ફૂટના હનુમાન મંદિરના આકારની હતી.

બુધવારે જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યાલયમાં પત્રકારો દ્વારા આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ચૌહાણે કહ્યું, “કોંગ્રેસ રામ મંદિરની વિરુદ્ધ હતી. હવે તેઓ હનુમાનજીને માત્ર વોટ માટે યાદ કરે છે. કેક પર હનુમાનજીની તસવીર લગાવો અને પછી તેને કાપી લો. આ હિંદુ ધર્મ અને સનાતન પરંપરાનું અપમાન છે. આમ ભાજપે દાવો કર્યો હતો કે કોંગ્રેસે ફરીથી તેની હિંદુ વિરોધી માનસિકતાનું પ્રદર્શન કર્યુ છે. એકબાજુએ રાહુલ ગાંધી પોતાને શિવભક્ત ગણાવે છે ત્યારે બીજી બાજુએ તેમની જ કોંગ્રેસ હિંદુઓની આસ્થાની ઠેકડી ઉડાડતો વિડીયો પ્રસારિત કરે છે.

કમલનાથના સમર્થકોએ કમલનાથને ભારતીય રાજકારણનો કોહિનૂર ગણાવીને અભિનંદન અને વખાણ કર્યા હતા. જન્મદિવસની ઉજવણી માટે ભજન અને આતશબાજી કરવામાં આવી હતી, ત્યારબાદ કોંગ્રેસના નેતાને ભેટ આપવામાં આવી હતી. આ દરમિયાન તેણે મંદિરના આકારમાં કેક કાપી હતી.

આ પણ વાંચોઃ 

Gujarat Election/ પંચમહાલ જિલ્લાની હાલોલ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર બદલ્યા, હવે રાજેન્દ્ર પટેલને બદલે અનીશ બારીઆ લડશે

Gujarat Election 2022/ અમિત શાહ-આનંદીબેનના જૂથની ખેંચતાણમાં યોગેશ પટેલ