Not Set/ લોકસભા ચૂંટણી પૂર્વે ફેસબૂકનો કોંગ્રેસને ઝટકો, કોંગ્રેસથી જોડાયેલા 687 પેજ હટાવ્યા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સોશિયલ  મીડિયા દિગ્ગજ ફેસબૂકે ભારતમાં લોકસભા ચૂંટણી 2019 પહેલા એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ફેસબૂકે દાવો કર્યો છે કે તેઓએ કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનના સૈન્ય કર્મચારીઓથી જોડાયેલા ફેસબૂકના પેજોને પોતાના પ્લેટફોર્મથી હટાવી દીધા છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, ફેસબુક કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ અને […]

Top Stories
facebook લોકસભા ચૂંટણી પૂર્વે ફેસબૂકનો કોંગ્રેસને ઝટકો, કોંગ્રેસથી જોડાયેલા 687 પેજ હટાવ્યા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સોશિયલ  મીડિયા દિગ્ગજ ફેસબૂકે ભારતમાં લોકસભા ચૂંટણી 2019 પહેલા એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ફેસબૂકે દાવો કર્યો છે કે તેઓએ કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનના સૈન્ય કર્મચારીઓથી જોડાયેલા ફેસબૂકના પેજોને પોતાના પ્લેટફોર્મથી હટાવી દીધા છે.

સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, ફેસબુક કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ અને એકાઉન્ટને હટાવી રહી છે.

ફેસબુકે કહ્યું કે તેઓએ લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ પાર્ટીથી જોડાયેલા 687 પેજ અને એકાઉન્ટને હટાવી દીધા છે. તે સિવાય ફેસબુક દ્વારા પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગથી જોડાયેલા 103 એકાઉન્ટને પણ ડીલિટ કરવામાં આવ્યા છે. ફેસબૂકના દાવા મુજબ 687 એવા પેજ અને એકાઉન્ટ હટાવવામાં આવ્યા છે જેના દ્વારા અનિચ્છનીય કામ કરવામાં આવતું હતું અને બધા એકાઉન્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આઈટી સેલ સાથે સંબંધિત હતા.

પેજના એડમિન અને ખાતાના માલિક સ્થાનિક સમાચારોની સાથોસાથ રાજકીય સમાચારોને પોસ્ટ કરતા હતા.આ સમાચારોમાં આગામી ચૂંટણી તેમજ ઉમેદવારોની વિચારધારાની સાથોસાથ કોંગ્રેસ અને બીજેપીની વિરુદ્વ પણ પ્રચાર કરવામાં આવતો હતો. જ્યારે તપાસમાં જાણવા મળ્યું કે આ તમામ ખાતા કોંગ્રેસની આઈટી સેલ સાથે સંબંધિત હતા.

ફેસબુકના સાઈબર સિક્યોરિટી પોલિસીના હેડ નાથનેલ ગ્લેચિયરે કહ્યું કે, લોકોએ તેમની ઓળખ છુપાવીને આ કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ અમે અમારી તપાસમાં જોયુ છે કે, આ પ્રમાણેના ફેસબુક પેજ કોંગ્રેસની આઈટી સેલના લોકો સાથે જોડાયેલા હતા. તેમણે કહ્યું કે, આ એકાઉન્ટ્સને તેમની કન્ટેન્ટના કારણે નહીં પરંતુ અપ્રમાણિક વ્યવહારના કારણે હટાવવામાં આવ્યા છે.

જણાવી દઇએ કે પહેલી વખત ફેસબુક જેવી દિગ્ગજ કંપનીએ કોઇ મોટા રાજકીય પક્ષથી જોડાયેલા પેજોને હટાવી દીધા છે.