Not Set/ પ્રોજેક્ટ કૌટિલ્યઃ અંતરિક્ષમાં ભારતના આંખ અને કાન બનશે EMISAT, જાણો કૌટિલ્ય સાથે તેનું જોડાણ

આજે ભારતે  ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટને તેની કક્ષામાં સ્થાપિત કર્યો અને  EMISAT  બીજા 28 દેશોના ઉપગ્રહ  પૈકી અમેરિકાના 24, લિથુઆનિયાના બે અને સ્પેન તથા સ્વીટ્ઝરલેન્ડના 1-1 ઉપગ્રહને લઇને  સવારે  9.27 વાગ્યે ઉડાન ભરી હતી. ઇસરો દ્વારા પીએસએલવી સી-45 રોકેટ દ્વારા સોમવારે હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર EMISAT સહિત  29 સેટેલાઇટ સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા હતા.  […]

India Tech & Auto
156267 emisat પ્રોજેક્ટ કૌટિલ્યઃ અંતરિક્ષમાં ભારતના આંખ અને કાન બનશે EMISAT, જાણો કૌટિલ્ય સાથે તેનું જોડાણ

આજે ભારતે  ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટને તેની કક્ષામાં સ્થાપિત કર્યો અને  EMISAT  બીજા 28 દેશોના ઉપગ્રહ  પૈકી અમેરિકાના 24, લિથુઆનિયાના બે અને સ્પેન તથા સ્વીટ્ઝરલેન્ડના 1-1 ઉપગ્રહને લઇને  સવારે  9.27 વાગ્યે ઉડાન ભરી હતી.

ઇસરો દ્વારા પીએસએલવી સી-45 રોકેટ દ્વારા સોમવારે હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર EMISAT સહિત  29 સેટેલાઇટ સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા હતા.  આ ઇન્ટેલિજન્સ સેટેલાઇટને અંતરિક્ષ માટે ભારતની આંખ અને કાન કહેવામાં આવે છે.

ઇસરોના જણાવ્યા પ્રમાણે વિદ્યુત ચુંબકીય સ્પ્કેર્મને માપનારા EMISAT ને સવારે અવકાશમાં સ્થાપિત કરવામાં આવ્યો. તો આવો જાણીએ શું છે EMISAT અને  અર્થશાસ્ત્રના રચયિચા આચાર્ય કૌટિલ્ય સાથે તેમનો સંબંધઅફઘાનિસ્તાનથી માંડીને આસામ સુધી ફેલાયેલા ભારતવર્ષ પર તે સદીઓ પહેલા નજર માંડનારા મૌર્ય શાસક ચંદ્રગુપ્ત મૌર્યના સલાહકાર આચાર્ય ચાણક્યનું માનવું હતું કે  કોઈ પણ દેશમાં  સફળતાપૂર્વક રાજ કરવા માટે ગુપ્તચરોનું નેટવર્ક હોવું જરૂરી છે.

તેમનું કહેવું હતું કે ગુપ્તચર કોઈ પણ રાજા માટે આંખ કાન હોય છે કૌટિલ્યના અનુસાર ગુપ્તચર બે બાબતો આંતરિક અવલોકન અને યુદ્ધ પર નજર રાખે છે આથી ગુપ્તચર ઘણા ખાસ છે.ઇસુની પૂર્વ બીજી શતાબ્દીના મહાન કૂટનીતિજ્ઞ કૌટિલ્યના આ વિચારથી પ્રેરિત થઈને ભારત સરકારે રક્ષાઅનુસંધાન વિકાસ સંગઠન અંતર્ગત પ્રોજેક્ટ કૌટિલ્ય શરૂ કર્યો હતો. અને 8 વર્ષની અથાગ મહેનત બાદ વૈજ્ઞાનિકોએ 436 કિલોગ્રામ વજનનો EMISAT બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. ડીઆરડીઓએ હૈદરાબાદની લેબમાં બનાવેલો પ્રોજેક્ટ કૌટિલ્યનો ઉદેશ્ય રડાર નેટવર્કનું અવલોકન કરવાનો છે.