Not Set/ સ્વચ્છતા સર્વેક્ષણ સર્વે : MPનું ઇન્દોર આવ્યું અવ્વલ નંબરે, જુઓ, આ રિપોર્ટ

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૪માં ચાલુ કરવામાં આવેલા સ્વચ્છ ભારત મિશનને લઇ બુધવારે એક સ્વચ્છતા સર્વેક્ષણ સર્વે જાહેર કરવામાં આવ્યો છે.  મોદી સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ સર્વેમાં મધ્યપ્રદેશનું ઇન્દોર અને ભોપાલ વધુ એકવાર દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. Indore & Bhopal ranked first and […]

India
1 સ્વચ્છતા સર્વેક્ષણ સર્વે : MPનું ઇન્દોર આવ્યું અવ્વલ નંબરે, જુઓ, આ રિપોર્ટ

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૪માં ચાલુ કરવામાં આવેલા સ્વચ્છ ભારત મિશનને લઇ બુધવારે એક સ્વચ્છતા સર્વેક્ષણ સર્વે જાહેર કરવામાં આવ્યો છે.  મોદી સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ સર્વેમાં મધ્યપ્રદેશનું ઇન્દોર અને ભોપાલ વધુ એકવાર દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

સ્વચ્છતા સર્વેક્ષણ સર્વેમાં સ્વચ્છતાના બાબતે દેશભરના શહેરોમાં ઇન્દોરને પ્રથમ અને ભોપાલને બીજી સ્થાન આપવામાં આવ્યું છે. જયારે આ યાદીમાં પંજાબનું ચંડીગઢ શહેર ત્રીજા સ્થાને આવ્યું છે.

દેશભરના શહેરોની સાફ-સફાઈ અંગે કરાયેલા સ્વચ્છતાના સર્વેમાં એમપીના બે શહેરોને સ્થાન પામ્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને આ ઉપલબ્ધી પર ખુશી વ્યક્ત કરી હતી

તેઓએ ટ્વીટ દ્વારા જાણાવ્યું, “અમારા ઇન્દોરના ભાઈ-બહેન જે માની લે છે, તેને પૂર્ણ કરવામાં તેઓ કોઈ કસર છોડતા નથી.

આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ સર્વે રજૂ કરતા જણાવ્યું, “મ્યુનિસિપલ બોડીમાં દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સીલ ત્રણ લાખથી ઓછી વસ્તીના મામલામાં સૌથી સ્વચ્છ શહેર સાબિત થયું છે”.

સ્વચ્છતા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં વિજયવાડા સૌથી સ્વચ્છ શહેર રહ્યું છે, જયારે ૩૦ લાખથી લઇ ૧૦ લાખ વસ્તીવાળા શહેરોમાં મૈસૂરે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

૨૦૧૮માં દેશમાં ૪૦૪૧ શહેરોમાં પહોંચી સર્વે ટીમ

ચાર જાન્યુઆરીથી શરુ કરવામાં આવેલા સર્વે ૧૦ માર્ચ સુધી ચાલ્યો હતો. 

ક્યાં માપદંડો પર આપવામાં આવી રેન્ક

સ્વચ્છતા સર્વેક્ષણ સર્વેમાં ૪૦૦૦ હજાર અંકોના આધાર પર કરવામાં આવ્યો છે.

લોકોની પ્રતિક્રિયા પર આપવામાં આવ્યા ૧૪૦૦ પોઈન્ટ

સ્વતંત્ર મૂલ્યાંકન માટે ૧૨૦૦ પોઈન્ટ

મ્યુનિસિપલ બોડીના કામકાજો માટે ૧૪૦૦ પોઈન્ટ