Hariyana/ મેવાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ,કલમ 144 લાગુ, ઇન્ટરનેટ સેવા બંધ,બે હોમગાર્ડ શહીદ,10 પોલીસકર્મીઓ ઘાયલ

હરિયાણાના મેવાત વિસ્તારમાં સોમવારે આગ લાગી હતી જ્યારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો, એટલું જ નહીં 40થી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી

Top Stories India
1 29 મેવાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ,કલમ 144 લાગુ, ઇન્ટરનેટ સેવા બંધ,બે હોમગાર્ડ શહીદ,10 પોલીસકર્મીઓ ઘાયલ

હરિયાણાના મેવાત વિસ્તારમાં સોમવારે આગ લાગી હતી જ્યારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો, એટલું જ નહીં 40થી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી. હિંસાગ્રસ્ત નૂહ જિલ્લામાં તંગ પરિસ્થિતિને જોતા ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે. અત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ હિંસાનો માસ્ટરમાઈન્ડ કોણ છે? બે જૂથો વચ્ચે અચાનક પથ્થરમારો થતા શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિત સર્જાઈ હતી. જોકે, આ હિંસામાં બે હોમગાર્ડ જવાનના મોત થયા છે જ્યારે 10 પોલીસકર્મી ઘાયલ થયા છે. ભારે હિંસાના પગલે નૂહ જિલ્લામાં આગામી બે ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે

તંગ પરિસ્થિતિને જોતા નૂહના ડેપ્યુટી કમિશનરે આજે રાત્રે સાડા આઠ વાગ્યે બંને પક્ષોની મહત્વની બેઠક બોલાવી છે. હાલમાં નુહ જિલ્લામાં 2 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હિંસાને કારણે લોકો ઘણી જગ્યાએ ફસાયેલા છે. સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 40 જેટલા વાહનો બળી ગયા હતા. હિંસાને જોતા જિલ્લાની સીમાઓ સીલ કરવી પડી હતી. જિલ્લામાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.

રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે આ મામલે કહ્યું કે આ વિસ્તારમાં પૂરતી સંખ્યામાં દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે. અમે આ મામલે કેન્દ્ર સાથે પણ વાત કરી છે. અમે ત્યાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં પણ લોકો ફસાયેલા છે, તેમને બચાવવામાં આવી રહ્યા છે. લોકોને શાંતિ પુનઃસ્થાપિત કરવા અપીલ કરવામાં આવી રહી છે. હાલ ઈન્ટરનેટ બંધ છે.