CWG 2022/ ભારતના રવિ દહિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ, ભારતના ખાતામાં અત્યાર સુધી 10 ગોલ્ડ

ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો

Top Stories Sports
6 9 ભારતના રવિ દહિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ, ભારતના ખાતામાં અત્યાર સુધી 10 ગોલ્ડ

ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. રવિ દહિયા પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છે. ભારતના સ્ટાર રેસલર રવિ કુમાર દહિયાએ પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. તેનો પહેલો મેડલ ગોલ્ડ છે. રવિએ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં નાઇજીરિયાના એબીકેવેનિમો વિલ્સનને 10-0થી હરાવ્યો હતો. કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે.

કુસ્તીમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. આ વખતે ભારતની રેસલર પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાએ સ્કોટલેન્ડની ક્રિસ્ટેલ લેમોફેકને 12-2થી હરાવ્યું. કુસ્તીમાં ભારતનો આ સાતમો મેડલ છે.

કુસ્તીમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. આ વખતે ભારતની રેસલર પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાએ સ્કોટલેન્ડની ક્રિસ્ટેલ લેમોફેકને 12-2થી હરાવ્યું. કુસ્તીમાં ભારતનો આ સાતમો મેડલ છે.ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં 31 મેડલ જીત્યા છે. જેમાં નવ ગોલ્ડ, 11 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આજે 10,000 મીટર વોકમાં પ્રિયંકા, 3000 મીટર સ્ટીપલચેસમાં અવિનાશ સાબલે અને લૉન બોલમાં પુરુષોની ટીમે સિલ્વર મેડલ જીત્યા હતા. સેમિફાઇનલ હાર બાદ જાસ્મિનને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. પૂજા ગેહલોતે કુસ્તીમાં બ્રોન્ઝ જીત્યો હતો.