Uttarpradesh News : બાંદામાં દુલ્હનના ઘરની બહાર વર અચાનક નીચે પડી ગયો. ત્યારે જ દુલ્હને જાન પરત મોકલી દીધી અને કહ્યું કે હવે તે લગ્ન નહી કરે. પરંતુ દુલ્હન પક્ષની દરિયાદિલી તો જુઓ. તેમણે જાનનું સ્વાગત કર્યું જમાડ્યા અને બીજે દિવસે જાન પરત ચાલી ગઈ. આ લ્ગન આ વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
ઉત્તરપ્રદેશના બાંદામાં એક લગ્ન સમારોહમાં વરરાજા બેહોશ થઈને ઠળી પડ્યા. તેને કારણે ઘટનાસ્થલે અફરાતફરી મચી ગઈ. આ વાતની જાણ દુલ્હનને થતા તે તેના હોશ ઉડી ગયા અને તેણે કહ્યું કે તે આ લગ્ન નહી કરે. બાદમાં બન્ને પક્ષો વચ્ચે પંચાયત બેઠી હતી.
આ બનાવ બદૌસા થાના ક્ષેત્રના ભદાવલ ગામમાં બન્યો હતો. બનાવની વિગત મુજબ 18 એપ્રિલના રોજ એક દલિત યુવતીના લગ્ન હતા. જાન બાંદાના બબેરૂ ક્ષેત્રથી બદૌસા આવી હતી. બારાત રોકાઈ હતી ત્યાં જાનનું સ્વાગત અને નાસ્તાનો કાર્યક્રમ પૂરો થયો હતો. બાદમાં જાન દુલ્હનના ઘરે પહોંચી હતી. દરવાજા પર વરરાજાના સ્વાગતની વિધી થઈ રહી હતી.
દુલ્હનના પિતા ભાવિ દામાદની સાથે પૂજા સાથે દામાદનાપગ ધોઈ રહ્યા હતા. જેમાં અચાનક વાઈ આવતા વરરાજા અચાનક પડી ગયા અને મોંઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. જેવી આ વાતની જાણ દુલ્હનને થઈ તેણે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો. બન્ને પક્ષો વચ્ચે પંચાયત બેઠી. પરંતુ છોકરી વાળા લગ્ન માટે ન માન્યા.
છોકરીવાળાઓ લગ્નના ઈન્કાર પછી પણ જાનૈયાઓનું સ્વાગત કર્યું હતું. તેમને જમાડ્યા અને બીજે દિવસે જાન દુલ્હનના ઘરેથી રવાના થઈ. દરમિયાન છોકરી પક્ષને સારો એવો ખર્ચ થયો હતો. પંચાયત બેઠી તેમાં છોકરાવાળાઓ કેટલાક પૈસા પણ આપ્યા. તે સિવાય છોકરી પક્ષે તમામ દાગીના પણ પરત કરી દીધા હતા. આ લગ્ન આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા હતા.
આ પણ વાંચો:પત્નીએ જ નિંદ્રાધીન પતિને છત પરથી ફેંકી દીધો અને પછી જઈને સૂઈ ગઈ….
આ પણ વાંચો:‘રેલવે મુસાફરી બની સજા’, રાહુલ ગાંધીએ ટ્રેનમાં ભીડનો વીડિયો શેર કરીને પીએમ મોદી પર કર્યો પ્રહાર
આ પણ વાંચો:અમે ઈલેકટોરલ બોન્ડ ફરીથી લાવીશું – નાણાં મંત્રી
આ પણ વાંચો:બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારનો લાલુ પરિવાર પર આકરો કટાક્ષ