Not Set/ માયાનગરી મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

માયાનગરી  મુંબઈમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા અંધેરી સબ વેમાં ત્રણ ફુટ સુધીના પાણી ભરાયા છે.

India
Untitled 109 માયાનગરી મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

માયાનગરી  મુંબઈમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા અંધેરી સબ વેમાં ત્રણ ફુટ સુધીના પાણી ભરાયા છે. તો નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. મુંબઈમાં મોડી રાતથી વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. પાણી ભરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચોમાસાની સિઝન કરતા 40% વધારે વરસાદ નોંધાતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.મહત્વનું છે, ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સુચના આપવામાં આવી છે.

શહેરનાં સાયન અને કુર્લાદાદર, માટુંગા, હિંદમાતા વિસ્તારમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. હવામાન વિભાગેસાંજે સાડા 4 વાગ્યે દરિયામાં હાઈટાઈડની આશંકા વ્યક્ત કરી છે. ઉપરાંત,4.08 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.

મહત્વનું છે કે, શહેરમાં ચોમાસા (Monsoon) દરમિયાન વારંવાર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.પરંતુ યોગ્ય કામગિરી ન થતા લોકો હાલાકી ભોગવવા માટે મજબુર બન્યા છે.