Election/ આ રાજ્યમાં ઓવૈસી(AIMIM)નાં ચૂંટણી ન લડવાનાં ફેસલાથી કોંગ્રેસને હાસકારો

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન અંગે ચર્ચા વચ્ચે આસમે ચૂંટણી અંગે એઆઈએમઆઈએમના વલણથી કોંગ્રેસે રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે, એઆઈએમઆઈએમએ

Top Stories Gujarat Assembly Election 2022 India Politics
owaisi and congress આ રાજ્યમાં ઓવૈસી(AIMIM)નાં ચૂંટણી ન લડવાનાં ફેસલાથી કોંગ્રેસને હાસકારો

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન અંગે ચર્ચા વચ્ચે આસમ ચૂંટણી અંગે એઆઈએમઆઈએમના વલણથી કોંગ્રેસે રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે, એઆઈએમઆઈએમએ આસામમાં ચૂંટણી નહીં લડવાની ઘોષણા કરી છે. ઘણા નેતાઓ બિહારની ચૂંટણીમાં નબળા પ્રદર્શન માટે ટિકિટ વિતરણને દોષી ઠેરવી રહ્યા છે, જ્યારે ઘણા માને છે કે એઆઈએમઆઈએમને અવગણવું તે બહુ વધારે નુકસાન કારક રહ્યું.

Haidarabad/ ભાજપનો દબદબો વધ્યો, ટીઆરએસની સત્તા ઓવૈસીના ભરોસે

આસામમાં મુસ્લિમ મતદારોની સંખ્યા બિહાર અને પશ્ચિમ બંગાળની તુલનામાં ઘણી વધારે છે. આમ હોવા છતાં, એઆઈએમઆઈએમનો આસામમાં ચૂંટણી લડવાનો કોઈ ઇરાદો નથી. હૈદરાબાદ નિગમની ચૂંટણી જીત્યા પછી, એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વાર પુનરોચ્ચાર કર્યો કે તેમનો પક્ષ આસામ અને કેરળમાં ચૂંટણી લડશે નહીં. કારણ કે, આસામમાં એઆઈયુડીએફ અને કેરળમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવે છે.

Asaduddin Owaisi questions Congress silence on Rs 1,500 crore Jet bailout

પ્રદેશ કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે એઆઈએમઆઈએમ દ્વારા ચૂંટણી લડાતી ન હોવાથી થોડી રાહત મળશે. કારણ કે, જોવામાં આવ્યું છે કે, હાલમાં થયેલી ચૂંટણીઓમાં એઆઈએમઆઈએમએ મુસ્લિમ મતો શેરમાં ભારે વધારો કર્યો હોત. તેમણે કહ્યું કે, 2016 ની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ અને એઆઈયુડીએફ વચ્ચે 27 બેઠકો પર મતોની વહેંચવાનો ફાયદો મળ્યો હતો. જ્યારે મુસ્લિમ મતદારો આ બેઠકો પર ચૂંટણી પરિણામ નક્કી કરે છે.

Owaisi Dismisses Modi Wave

આસામમાં 53 બેઠકો છે, જ્યાં મુસ્લિમ મતદારો વધુ છે. તેમાંથી કોંગ્રેસને વર્ષ 2016 માં 18 બેઠકો મળી હતી અને મૌલાના બદરૂદ્દીન અજમલની પાર્ટી એઆઇયુડીએફને 13 બેઠકો મળી હતી. જ્યારે 2011 માં કોંગ્રેસે 28 બેઠકો જીતી હતી. પક્ષના એક નેતાએ કહ્યું કે, જો એઆઈયુડીએફ સાથે જોડાણ થાય તો બંને પક્ષો લોઅર આસામની મુસ્લિમ બહુમતી બેઠકો જીતી શકે છે.

2016 Assam Legislative Assembly election - Wikipedia

કોંગ્રેસ અને એઆઇયુડીએફ અલગથી ચૂંટણી લડે છે, તેમ છતાં મતદારો એકબીજાની શક્તિ અને નબળાઇઓ જાણે છે. તેમણે કહ્યું કે, જો ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ ચૂંટણી લડત તો મતો વહેંચી શકાતા હતા. આનો સીધો ફાયદો ભાજપને મળ્યો હોત. આ સાથે એઆઈએમઆઈએમએ, એ બેઠકો પર પણ ઉમેદવારો ઉભા રાખત જ્યાં સામાન્ય રીતે એઆઈયુડીએફ ચૂંટણી લડતી નથી અને આ કારણે તેની સીધી ઘાસોટી(ખોટ) કોંગ્રેસને થાય.

Election / પ.બંગાળમાં ભાજપે ફરી ઉઠાવ્યો CAA મુદ્દો, વિજયવર્ગીયાનાં કહેવા પ્રમાણે જાન્યુઆરીમાં લાગુ કરશે કાયદો

રાજ્યમાં આશરે ત્રણ ડઝન વિધાનસભા મતવિસ્તાર છે, જ્યાં આસામી ભાષી લોકો હાર અને જીત નક્કી કરે છે. આ વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી ઓછી છે, તેથી મૌલાના બદરૂદ્દીન અજમલ તેમના ઉમેદવારો ઉભા રાખતા નથી. 2016 ની ચૂંટણીમાં કોંગ્રેસને ઘણી ઓછી બેઠકો મળી, પરંતુ સીએએ પછી સ્થિતિ બદલાઈ ગઈ છે. કોંગ્રેસને વિશ્વાસ છે કે, આસામી ભાષી લોકો ચૂંટણીમાં પાર્ટીને ટેકો આપશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…