Not Set/ આજથી શરૂ નવરાત્રીનો પવિત્ર તહેવાર, ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો આનંદ, જાણો શું છે તૈયારીઓ

આજથી નવરાત્રીની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે ગરબા રમવા માટેની તૈયારીઓ સમગ્ર ગુજરાતના યુવાનોએ કરી લીધી છે. દર વખતની જેમ નવરાત્રીનાં કપડાની સાથે જ્વેલેરી પણ ખેલૈયાઓ તદ્દન અલગ પસંદ કરી રહ્યા છે. ખેલૈયાઓને ઘણા પ્રકારની જ્વેલેરી પસંદ આવી રહી છે. નવરાત્રીની રમઝટ ગરબા અને નૃત્યથી પણ વધારે હોય છે. ખેલૈયાઓ ગરબે ઝૂમવા માટે ઉતરે […]

Top Stories Navratri 2022
kalash sthapana 97 5 આજથી શરૂ નવરાત્રીનો પવિત્ર તહેવાર, ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો આનંદ, જાણો શું છે તૈયારીઓ

આજથી નવરાત્રીની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે ગરબા રમવા માટેની તૈયારીઓ સમગ્ર ગુજરાતના યુવાનોએ કરી લીધી છે. દર વખતની જેમ નવરાત્રીનાં કપડાની સાથે જ્વેલેરી પણ ખેલૈયાઓ તદ્દન અલગ પસંદ કરી રહ્યા છે. ખેલૈયાઓને ઘણા પ્રકારની જ્વેલેરી પસંદ આવી રહી છે.

નવરાત્રીની રમઝટ ગરબા અને નૃત્યથી પણ વધારે હોય છે. ખેલૈયાઓ ગરબે ઝૂમવા માટે ઉતરે છે ત્યારે ગરબાનાં સ્ટેપ્સની સાથે સ્ટાઈલ, કપડા, પરિવેશ અને ખાસ કરીને એક્સેસરિઝ પર પણ ધ્યાન આપતા હોય છે. બજારમાં આ વખતે તમને ડિફરન્ટ લૂક આપવા માટે વિવિધ પ્રકારની જ્વેલેરીઓ આવી ગઈ છે. ખાસ કરીને તેમાં પણ હેન્ડમેડ જ્વેલેરી, વૂલન જ્વેલેરી અને કોટન બેઝ્ડ જ્વેલેરી ડિમાન્ડમાં છે.

સ્ટેપ્સ પસંદગીનાં હોય, કપડા પસંદગીનાં હોય તો જ્વેલેરીમાં ખેલૈયા કેમ ચાલવી લે? એટલે જ ખેલૈયાઓ પોતાની પસંદગી પ્રમાણે ખાસ કસ્ટમાઈઝ્ડ જ્વેલેરી આ વર્ષે બનાવડાવી રહ્યા છે. ખેલૈયાઓ ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે જ્વેલેરી મેચિંગ તો હોય પણ સાથે આરામથી પહેરી શકાય અને રમતી વખતે તકલીફ આપે એવી ના હોય. તો છોકરાઓમાં પણ કપડાને મેચ થાય તેવી પાઘડીઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને આ પાઘડી પણ પાછી પોતાની પસંદગી મુજબ જ ખેલૈયાઓ ડિઝાઈન કરાવડાવે છે. પહેરવામાં સ્ટાઈલીશ હોવાથી, તેમ જ રમતી વખતે વાગતી ન હોય એટલા માટે જ આવી જ્વેલેરીની ડિમાન્ડ વધારે છે.  કિંમતની સરખામણીમાં તે અન્ય જ્વેલેરી કરતા પણ વધુ સસ્તી પડે છે. જેથી કરીને ખેલૈયાઓ તેને વધુ પસંદ કરી રહ્યા છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click

https://play.google.com/store/apps/details?

id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.