ખુલાસો/ દાઉદ ઈબ્રાહિમ સ્પેશિયલ યુનિટ બનાવીને ભારત પર હુમલો કરશે, ઘણા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હિટ લિસ્ટમાં

એફઆઈઆરમાં ખુલાસો થયો છે કે, દાઉદ ઈબ્રાહિમ તેના સ્પેશિયલ યુનિટ સાથે દેશના વિવિધ ભાગોમાં હિંસા ભડકાવવાના હેતુથી વિસ્ફોટક અને ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને દેશ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ સિવાય દાઉદ ઈબ્રાહિમનું ફોકસ દિલ્હી અને મુંબઈ પર છે.

Top Stories India
દાઉદ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ખુલાસો કર્યો છે કે, અંડરવર્લ્ડ ડોન અને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમે ભારતને નિશાન બનાવવા માટે એક ખાસ યુનિટ બનાવ્યું છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, હિટ લિસ્ટમાં ઘણા રાજકીય નેતાઓ અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓના નામ સામેલ છે.

એક અહેવાલ મુજબ, એફઆઈઆરમાં ખુલાસો થયો છે કે, દાઉદ ઈબ્રાહિમ તેના સ્પેશિયલ યુનિટ સાથે દેશના વિવિધ ભાગોમાં હિંસા ભડકાવવાના હેતુથી વિસ્ફોટક અને ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને દેશ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ સિવાય દાઉદ ઈબ્રાહિમનું ફોકસ દિલ્હી અને મુંબઈ પર છે.

આ પણ વાંચો: સપાના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અહેમદ હસનનું નિધન, લોહિયા હોસ્પિટલમાં લીધો અંતિમશ્વાસ

આપને જણાની દઈએ કે, EDએ તાજેતરમાં જ દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવામાં તેમની સંડોવણી બદલ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ઇડી ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકર, તેના સહયોગીઓ અને ગેંગના સભ્યોની પૂછપરછ કરશે. શુક્રવારે, ઇકબાલ કાસકરને મની લોન્ડરિંગ કેસમાં 24 ફેબ્રુઆરી સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે, કાસકરની પૂછપરછમાં મહત્વપૂર્ણ તથ્યો બહાર આવી શકે છે કારણ કે, તે મુખ્ય કાવતરાખોર અને સિન્ડિકેટનો નેતા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, EDએ ઇબ્રાહિમની દિવંગત બહેન હસીના પારકર, કાસકર તેમજ ગેંગસ્ટર છોટા શકીલના સંબંધીઓ સાથે જોડાયેલા લોકોના મુંબઈમાં લગભગ 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

ઇડીનો કેસ તાજેતરમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા ઇબ્રાહિમ અને અન્યો વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) ની જોગવાઈઓ હેઠળ નોંધાયેલી FIR પર આધારિત છે.

આ પણ વાંચો:  ખાદ્ય તેલમાં ફરી ભાવ વધારો ઝીંકાયો, જાણો ડબ્બે કેટલા રૂપિયાનો થયો વધારો?

આ પણ વાંચો:  વલસાડના પારડી ખાતે હિટ એન્ડ રન, બાઇક સવાર 3ના ઘટના સ્થળે મોત