Not Set/  દર્દીઓ એક-એક શ્વાસ માટે તરફડીયા ખાય છે અને ઓક્સિજન સિલિન્ડરો કચરાના  ઢગલામાં મળી રહ્યા છે

પાટનગરની ગુર્દનીબાગની સિવિલ સર્જન ઓફીસ  અને કેમ્પસમાં કચરાના ઢગલામાં આશરે ડઝન જેટલા બ્રાંડ ન્યુ ઓક્સિજન સિલિન્ડર પડેલા હતા.

Top Stories India
bhavsinh rathod 11  દર્દીઓ એક-એક શ્વાસ માટે તરફડીયા ખાય છે અને ઓક્સિજન સિલિન્ડરો કચરાના  ઢગલામાં મળી રહ્યા છે

બિહારમાં કોરોના વાયરસથી પીડાતા લોકોની હાલત અતિ ગંભીર છે. પરિવારના સભ્યો તેમના દર્દીઓને ઓક્સિજન માટે દર દર ઠોકરો ખાઈ રહ્યા છે. એટલું જ નહીં, તેમને ઊંચાં  ભાવે ઓક્સિજન ખરીદવાની ફરજ પણ પડી રહી છે. બીજી બાજુ, રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ખડે  ગઈ છે. આ બધા વચ્ચે દુખની વાત એ છે કે, અહીં ડઝનેક નવા ઓક્સિજન સિલિંડરો કચરાના ઢગલાંમાં પડેલા જોવા મળ્યા છે. આ કેસની માહિતી મળતા જ પટનાના ડીએમ તપાસ માટે સ્થળ પર પહોંચ્યા હતા. પાટનગરની ગુર્દનીબાગની સિવિલ સર્જન ઓફીસ  અને કેમ્પસમાં કચરાના ઢગલામાં આશરે ડઝન જેટલા બ્રાંડ ન્યુ ઓક્સિજન સિલિન્ડર પડેલા હતા.

વહીવટ અમલમાં આવ્યા, આ સ્પષ્ટતા આપી

જો કે મીડિયાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એક્શનમાં આવેલા વહીવટી તંત્રે ત્યાંથી ઓક્સિજન સિલિન્ડર ખસેડી લીધા હતા. આ મામલે ખુલાસો કરતા પટનાના ડીએમ ચંદ્રશેખર સિંહે કહ્યું કે આપણને ઓક્સિજનની અછત નથી. તેમણે કહ્યું કે સિલિન્ડરો ત્યાં ફેંકી દેવાયા ન હતા પરંતુ રાખવામાં આવ્યા હતા. અલબત્ત પ્રશાસન તેની સ્વચ્છતામાં જે ખે પરંતુ હકીકત કાઈ અલગ છે. પાટનગર પટણામાં દરરોજ ઓક્સિજનની અછતનાં કિસ્સાઓ સામે આવતા રહે છે. એવા ઘણા દર્દીઓ છે જેમને ઓક્સિજન સિલિન્ડર નથી મળી રહ્યા. તાજેતરમાં જ પટણા હાઈકોર્ટે ઓક્સિજનને લઈને બિહાર સરકારને ઠપકો આપ્યો હતો.