Not Set/ છત્તીસગઢ : સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 5 નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢમાં, નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. રાજ્યના નારાયણપુર જિલ્લામાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 5 નક્સલીયોને ઠાર કર્યા હતા. આ ઘટનામાં બે સૈનિકો પણ ઘાયલ થયા છે. છત્તીસગઢમાં, નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. રાજ્યના નારાયણપુર જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 5 નક્સલીયોને ઠાર કર્યા છે. આ ઘટનામાં બે સૈનિકો પણ ઘાયલ થયા […]

Top Stories India
છત્તીસગઢ : સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 5 નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢમાં, નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. રાજ્યના નારાયણપુર જિલ્લામાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 5 નક્સલીયોને ઠાર કર્યા હતા. આ ઘટનામાં બે સૈનિકો પણ ઘાયલ થયા છે.

છત્તીસગઢમાં, નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. રાજ્યના નારાયણપુર જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 5 નક્સલીયોને ઠાર કર્યા છે. આ ઘટનામાં બે સૈનિકો પણ ઘાયલ થયા છે.  સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે આ મુકાબલો છત્તીસગઢ અબુજમદના જંગલોમાં થયો હતો. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ,  સુરક્ષા દળો નારાયણપુરના અબુજમદ જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા, તે દરમિયાન નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સુરક્ષા દળોએ કરેલા જવાબી કાર્યવાહીમાં 5 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં બે જવાનો ઘાયલ થયા છે. પ્રાથમિક સારવાર બાદ તેને સારવાર માટે મોટી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

3 ઓગસ્ટે, 7 નક્સલીયો માર્યા ગયા હતા

છત્તીસગઢમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા જવાનોનું ઓપરેશન સતત ચાલુ છે. ઓગસ્ટની શરૂઆતમાં, રાજનાંદગાંવ જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓ દ્વારા સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને તેમની પાસેથી ઘણાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. આ ઘટના 3 જી ઓગસ્ટની છે. રાજનાંદગાંવના પોલીસ અધિક્ષક કમલાલોચન કશ્યપે જણાવ્યું હતું કે માર્યા ગયેલા તમામ નક્સલવાદીઓ ખૂંખાર અને  તેમના માટે ઈનામ જાહેર થયેલા છે.  જેમની ઓળખ સુખદેવ (આઠ લાખ રૂપિયા), પ્રમિલા (પાંચ લાખ રૂપિયા), સીમા (પાંચ લાખ રૂપિયા), રિતેશ (પાંચ લાખ રૂપિયા), મીના ( પાંચ લાખ રૂપિયા), લલિતા (બે લાખ રૂપિયા) શિલ્પા (બે લાખ રૂપિયા) ના રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ બાતમીના આધારે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) ની ટીમ આ વિસ્તારમાં નક્સલ વિરોધી ઓપરેશન પર બહાર આવી હતી, ત્યારે ત્યાં હાજર નક્સલવાદીઓની ટીમે ફાયરિંગ શરૂ કરી દીધી હતી. ડીઆરજી દ્વારા બદલામાં 7 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન