કટ્ટરપંથી/ પાકિસ્તાનમાં હિન્દુ યુવકને માર માર્યા બાદ જબરદસ્તી અલ્લાહ હુ અકબર બોલાવડાવ્યું

સોમવારે આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ થરપારકરમાં મીઠી પોલીસે બદલીન જિલ્લાના ખોસકી પાસેથી અબ્દુલ સલામ અબુ દાઉદ નામના આરોપીની ધરપકડ કરી હતી

Top Stories
pakistan hindu yuvak પાકિસ્તાનમાં હિન્દુ યુવકને માર માર્યા બાદ જબરદસ્તી અલ્લાહ હુ અકબર બોલાવડાવ્યું

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ  યુવકને પહેલા માર મારવામાં આવ્યો હતો અને તેના ધર્મ સાથે જોડાયેલા દેવી-દેવતાઓ વિશે બિભત્સ શબ્દો બોલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.  યુવક પર આ અન્યાયનો વીડિયો પણ તાજેતરમાં વાયરલ થયો હતો.  પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે કાર્યવાહી કરી છે. એક હિન્દુ યુવકને થપ્પડ મારવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે,  તેના ધાર્મિક દેવી-દેવતાઓનો અપશબ્દ બોલવા  અને મજાક કરવાની ફરજ પાડી હતી. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક કથિત વીડિયો વાયરલ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

વીડિયોમાં મુકેશ ભીલ નામનો યુવક નજરે પડે છે  જે  કોલસા પ્રોજેક્ટમાં કામ કરે છે, તેણે  આરોપીની વિનંતી કરીને તેને ત્યાંથી જવા દેવાની વિનંતી કરી હતી,કથિત વીડિયોમાં આરોપીએ પીડિત યુવકને થપ્પડ મારીને દુર્વ્યવહાર કરી રહ્યો હતો.અને તે યુવકને તેના દેવી-દેવતાઓ વિશે અપશબ્દો બોલવા દબાણ કરી રહ્યા હતાં. વીડિયોમાં આરોપીએ પીડિત યુવક પર જબરદસ્તી  અલ્લાહ હુ અકબર કહેવા માટે દબાણ  કરી રહ્યો હતો

સોમવારે આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ થરપારકરમાં મીઠી પોલીસે બદલીન જિલ્લાના ખોસકી પાસેથી અબ્દુલ સલામ અબુ દાઉદ નામના આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે વીડિયો શૂટ થયો તે હજુ સ્પષ્ટ નથી થયું, મીઠી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મુહમ્મદ સોમેરે જણાવ્યું હતું કે દાઉદે ભીલને મીઠીથી પાંચ-છ કિલોમીટર દૂર ચુતન શાહ નજીક મધ્ય માર્ગ પર અટકાવ્યો અને તેને થપ્પડ માર્યો હતો.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીએ ભીલને ગળાથી પકડ્યો હતો અને તેના દેવી-દેવતાઓનો દુરૂપયોગ કરવા દબાણ કર્યું હતું. વીડિયો વાયરલ થયા પછી સિંધ સરકારે તેની નોંધ લીધી હતી અને પોલીસને આરોપીની ધરપકડ કરવા નિર્દેશ આપ્યો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો હતો.